________________
ધર્મધ્યાન
૪૧૩ હવે ધર્મધ્યાનનું ત્રીજું આલંબન પરિયટ્ટણાઃ– કહે છે. પરિપટ્ટણા તે કેને કહિએ? પૂર્વે જે જિનભાષિત સૂત્ર અર્થ ભણ્યા છે, તે અસ્મલિત કરવાને અર્થે તથા નિર્જરાને અર્થે શુદ્ધ ઉપયોગ સહિત શુદ્ધ સૂત્ર અર્થની વારંવાર સઝાય કરે તેને પરિપટ્ટણા કહિયે. એ ધર્મધ્યાનનું ત્રીજું આલંબન કહ્યું.
હવે ધર્મધ્યાનનું ચોથું આલંબન ધર્મકથા કહે છે. ધર્મકથા તે કેને કહિએ ? વીતરાગે જે ભાવ જેવા પ્રરૂપ્યા છે, તે ભાવ પોતે ગ્રહીને વિશેષ નિશ્ચય કરીને શંકા કંખા વિતિગિચ્છા રહિતપણે પોતાની નિર્જરાને અર્થે પરના ઉપકારને અર્થે સભા મધ્યે તે ભાવ તેવા જ પ્રરૂપીએ તેને ધર્મકથા કહીએ, એવી ધર્મકથા કહેતાં થકાં અને સાંભળીને સદ્કતા થકાં તે બન્ને વીતરાગની આજ્ઞાના આરાધક હોય તે ધર્મકથા - સંવરરૂપી વૃક્ષ સેવીએ, તેથી મનવંછિત સુખ પામીએ. તે સંવરરૂપી વૃક્ષ વખાણીએ છીએ. તે સંવરરૂપી વૃક્ષ કેવું છે ? જેનું વિશુદ્ધ સમકિતરૂપ મૂળ છે. ધૈર્ય રૂપ કંદ છે. વિનયરૂપ વેદિકા છે. તીર્થકર તથા ચાર તીર્થના ગુણ કીર્તનરૂપ થડ છે. પાંચ મહાવ્રતરૂપ મોટી શાખા છે. પચ્ચીસ ભાવનારૂપ ત્વચા છે. શુભધ્યાનને શુભયોગરૂપ પ્રધાન પલ્લવ પત્ર છે. ગુણરૂપ ફુલ છે, શિયલરૂપ સુગંધ છે. આનંદરૂપ રસ છે. મોક્ષરૂપ પ્રધાન ફલ છે. મેરૂ ગિરિના શિખર ઉપર જેમ ચૂલિકા બિરાજે છે. તેમ સમકિતીના હૃદયમાં સંવરરૂપિ વૃક્ષ બિરાજે છે. એવી સંવરરૂપી શીતળ છાંયા જેને પરિણમે તેના ભવોભવનાં પાપ ટળે ને તે પરમ અતુલ સુખ પામે, ઈત્યાદિ ચાર પ્રકારની કથા. વિક્ષેપણી, આક્ષેપણી, સંવેગણી, નિવેંગણી, એ ચાર કથા વિસ્તારપણે કહે તેને ધર્મકથા કહીએ એ ધર્મ – ધ્યાનનું ચોથું આલંબન કહ્યું. આક્ષેપણી પ્રમુખ ૪ કથાનો વિસ્તાર ચોથે ઠાણે બીજે ઉદ્દેશે સૂત્ર ૫૮ મળે છે.