________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ મનુષ્ય શા માટે કહીએ? સમુદ્રની મધ્યમાં દ્વીપોમાં રહેનારાં છે માટે અંતરદ્વીપનાં મનુષ્ય કહીએ. સુખ અકર્મ ભૂમિના જેવું.
એકસો ને એક ક્ષેત્રનાં સંમૂર્છાિમ મનુષ્ય
ચૌદ સ્થાનકમાં ઉપજે છે તે કહે છે ૧ ઉચ્ચારેસુ વા કહેતાં વડીનીતમાં ઉપજે, ર પાસવર્ણસુ વા કહેતાં લઘુનીતમાં ઉપજે, ૩ ખેલેસુ વા કહેતાં બળખામાં ઉપજે, ૪ સિંઘાણેસુ વા કહેતાં લીંટમાં ઉપજે, ૫ વંતેસુ વા કહેતાં વમનમાં ઉપજે, ૬ પિત્તેસુ વા કહેતાં લીલા પીળા પિત્તમાં ઊપજે. ૭ પૂએસ વા કહેતા પરૂમાં ઉપજે ૮ સોણિએસુ વા કહેતાં રૂધિરમાં ઉપજે, ૯ સુકેતુ વા કહેતા વીર્યમાં ઉપજે, ૧૦ સુરક પોગલ પરિસાડીએસુ વા કહેતાં વિર્યાદિકનાં પુદ્ગળ સુકાણાં તે ફરી ભીનાં થાય તેમાં ઉપજે, ૧૧ વિગય જીવ કલેવરેસુ વા કહેતાં મનુષ્યના કલેવરમાં ઊપજે, ૧૨ ઈન્ધીપુરીષ સંજોગેસુ વા કહેતાં સ્ત્રી પુરૂષનાં સંજોગમાં ઉપજે. ૧૩ નગર નિદ્ધમણેસુ વા કહેતાં નગરની ખાળોમાં ઉપજે, ૧૪ સવ્વસુચવ અસુઈ ઠાણેસુ કહેતાં મનુષ્ય સંબંધી ઉપર કહેલ અશુચિ સ્થાનકો ભેગાં થાય તેમાં ઉપજે, એ ચૌદ સ્થાનકનાં નામ કહ્યાં. તે ૧૦૧ ક્ષેત્રનાં સંમૂર્છાિમ મનુષ્યના અપર્યાપ્તા. એ સર્વે મળી કુલ ૩૦૩ ભેદ મનુષ્યના કહ્યા.
૧૯૮ ભેદ દેવતાના કહે છે. દશ ભવનપતિનાં નામ-૧ અસુરકુમાર, ૨ નાકુમાર, ૩ સુવર્ણકુમાર, ૪ વિદ્યુતકુમાર, ૫ અગ્નિકુમાર, ૬ દીપકુમાર, ૭ ઉદધિકુમાર, ૮ દિશાકુમાર, ૯ વાયુ (પવન) કુમાર ૧૦ સ્તનતકુમાર,
પંદર પરમાધામીનાં નામ-૧ અંબ, ૨ અંબરિસ, ૩ સામ, ૪ સબલ, ૫ રૂદ્ર, ૬ વૈરુદ્ર, ૭ કાળ, ૮ મહાકાળ, ૯ અસિપત્ર, ૧૦ ધનુષ્ય, ૧૧ કુંભ, ૧૨ વાલુ, ૧૩ વૈતરણી, ૧૪ ખરસ્વર, ૧૫ મહાઘોષ.