________________
છ આરાનાં ભાવ
૧૭૫ વર્ષની સ્ત્રી ગર્ભ ધરશે, તે કાળા, કુદર્શની, રસાળ, નખ કે કેશ ઘણા એવાં છોકરાં જણશે. તે કૂતરીની પેઠે પરિવાર સાથે ફેરવશે. એ આરાને વિષે ગંગા નદી, સિંધુ નદીમાં વૈતાઢય પર્વતના મૂળ ૭૨ બીલ્લ હોશે, તે બીલમાં મનુષ્ય તથા તિર્યંચ બીજમાત્ર રહેશે, ગંગા સિંધુનો સાડીબાંસઠ જોજનનો પટ છે તેમાં રથના ચીલા પ્રમાણે પહોળું તથા ગાડાની ધરી બૂડે એટલું ઉંડું પાણી રહેશે; તેમાં મચ્છ, કચ્છ ઘણા થશે. તે બહોંતેર બીલના મનુષ્ય, સંધ્યા ને પ્રભાત સમયે મચ્છ કચ્છ કાઢીને વેળુમાં ભારશે, તે સૂર્યના તાપથી તેમજ યઢથી સીઝવાઈ રહેશે, તેનો મનુષ્ય આહાર કરશે, તેનાં હાડકાં, તથા ચામડાં તિર્યંચ ચાટીને રહેશે. મનુષ્યના માથાની ખોપરીમાં પાણી લાવીને પીશે. એ રીતે એકવીશ હજાર વર્ષ પૂરાં કરશે. જે માણસ દાન પુન્યરહિત, તેમજ નમોકાર (નમસ્કાર) રહિત, પ્રત્યાખ્યાન રહિત, સમક્તિ વિનાનો હશે, તે એવા આરાને વિષે આવીને ઉપજશે. એવું જાણી જે કોઈ મનુષ્ય જૈન ધર્મ પાળશે; અથવા જૈનધર્મની આસ્થા રાખશે તે જીવ આ ભવાબ્ધિમાંથી તરીને પરમ સુખ પામશે.
(આ અવસર્પિણી કાળનાં છ આરા થયાં તેજ પ્રમાણે ઉતુ સર્પિણી કાળનાં છ આરા હોય છે. બન્ને મળી ૨૦ ક્રોડાકોડી સાગરનું કાળચક્ર થાય છે. અવ. કાળમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘયણ, સંડાણ ક્રમશઃ હીન થાય છે. ઉતુ. કાળમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિની ક્રમશઃ વૃદ્ધિ થાય છે. ઉત્. કાળનો પ્રથમ આરો અવસર્પિણીનાં છઠ્ઠા આરા જેવો હોય છે. તેજ પ્રમાણે, બીજ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અવસર્પિણીનાં પાંચમા, ચોથા, ત્રીજા, બીજા, પ્રથમ આરા જેવો હોય છે. વિશેષતા એટલી કે ઉત્.નો પ્રથમ આરો પૂર્ણ થયા પછી બીજા આરાનાં પ્રારંભમાં ૭ દિવસ સુધી પુષ્કર વરસાદ પડે છે. પછી