________________
૨૦૧
મહાપુરૂષાને પણ વારવાર અભ્યાસથી પ્રાપ્ત થાય છે, અનેક જન્મામાં અભ્યાસ દૃઢ થયા બાદ આ ભાવનાએ આત્મસાત થાય છે. કારણ કે એની પ્રતિપક્ષી અશુદ્ધ વૃત્તિએ જીવને અનાદિ કાળથી લાગેલી હાય છે. ક્રોધ, દ્રોહ, ઈર્ષ્યા, અસૂયા, આદિ વૃત્તિએ મૈત્રી પ્રમેાદ કારૂણ્ય આફ્રિ ભાવનાની પ્રતિપક્ષી છે અને તે અનાદિ કાળથી જીવને લાગેલી હોય છે. મૈત્રીભાવના દૃઢ થવાથી ઈર્ષ્યાભાવ, પ્રમેાદભાવના દૃઢ થવાથી અસૂયાભાવ, કરૂણાભાવ દેઢ થવાથી દ્રોહભાવ અને માધ્યસ્થ્યભાવનાના પરિણામ પ્રાપ્ત થવાથી ક્રોધભાવ ચાલ્યા જાય છે.
આ ભાવનાએ વડે આત્માને ભાવિત કરતા બુદ્ધિમાન પુરૂષ તુટેલા વિશુદ્ધ ધ્યાનના પ્રવાહને પણ સાંધી શકે છે. જેણે આસનના અભ્યાસ કર્યાં છે, એવા પુરૂષે યાનની સિદ્ધિ માટે તીર્થકરાનાં જન્મસ્થાન, દીક્ષાસ્થાન, જ્ઞાનસ્થાન કે નિર્વાણ સ્થાનમાંનું કોઈ તીસ્થાન અથવા ચિત્તની સ્વસ્થતાનું કારણ કેાઈ પાવત્ર એકાંત સ્થાનના આશ્રય કરે. જે જે આસન કરવાથી મન સ્થિર થાય, તે તે આસનને ધ્યાનનું સાધન સમજવું. સુખકર આસન કરી બેઠેલા, હાઠ બીડી નાસિકના અગ્રભાગ ઉપર અને આખા સ્થિર કરી દાંતાને દાંત સાથે અડકવા નહિ દેતા, પ્રસન્ન મુખવાળા, પૂર્વ કે ઉત્તર દિશામાં મેતુ' રાખી સારી રીતે ટટાર બેસનાર અપ્રમાદી ધ્યાની ધ્યાન કરવાના પ્રયત્ન કરે.