________________
૪૭૪
જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય.
જ્ઞાન ભણનારને અથવા જ્ઞાનીને અંતરાય–અડચણ કરવી, જ્ઞાન આપનાર ગુરૂને એળવવા, જ્ઞાન આપનાર ગુરૂની ચાડી કરવી, તેમની આશાતના કરવી, તેમને ઘાત કરે અને જ્ઞાનવાન પ્રત્યે મત્સરભાવ-ઈર્ષા–અદેખાઈ ધરાવવી તે સર્વે જ્ઞાનાવરણીય કર્મ બાંધવાનાં કારણે છે. તે જ પ્રમાણે દર્શનના સંબંધમાં પણ સમજવું. એટલે કે ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ આ ચારે પ્રકારના દર્શનની વિપરીત પ્રરૂપણ કરવી અથવા જેમને દર્શન પ્રાપ્ત થયું છે, તેમના પ્રત્યે તથા દર્શનની ઉત્પત્તિનાં કારણે પ્રત્યે પૂર્વે કહ્યા છે, તે પ્રમાણે અંતરાય આદિ કરવા તે દર્શનાવરણીય કર્મ બાંધવાનાં કારણે સમજવા.
શાતા વેદનીય. દેવપૂજા, ગુરૂની સેવા, પાત્રદાન દયા, ક્ષમા, સરાગ સંયમ, (દશમાં ગુણઠાણ પર્યન્ત સરાગ સંયમ હોય છે.) દેશવિરતિ, (શ્રાવકપણું) અકામ નિજેરા, વ્રતાદિમાં અતિચાર ન લગાડવારૂપ અને આત્માને પવિત્ર રાખવા રૂપ શિૌચ, અને બાલતપ, આ સર્વ શાતા; વેદનીય કર્મનાં કારણે છે.
અશાતા વેદનીય. પિતાને, બીજાને અથવા ઉભયને દુઃખ, શોક, વધ, તાપ, આનંદ અને વિલાપ કે પશ્ચાત્તાપ ઉત્પન્ન કરે કે કરાવે તે અશાતા વેદનીય કર્મ બાંધવાનાં કારણો છે.