________________
૪૩૯ તે તેમાં પણ તપ જ નિમિત્ત છે. ચરમ તીર્થકરના પ્રથમ ગણધર શ્રીમાન ગૌતમસ્વામીએ ખીરના પાતરામાં અંગુઠે રાખી પંદરસો તાપસને પારણું કરાવવાની અપૂર્વ લબ્ધિ પ્રાપ્ત કરી હોય તે તે તપના પ્રભાવે જ. તપના જેટલા યશોગાન ગાઈએ તેટલા ઓછા છે. જૈન શાસ્ત્રકારોએ અનેક પ્રકારના તપે ફરમાવ્યાં છે. તેમાં શ્રી વર્ધમાન તપ અને શ્રી સિદ્ધચક મહારાજની નવપદની ઓળીની આરાધના અગ્રસ્થાને ગણાય છે. આ બંને તપને પ્રચાર આજે અનેક શહેરમાં અને ગામડાઓમાં થઈ રહ્યો છે, એને ભવિષ્ય માટે એક શુભ ચિન્હસ્વરૂપ પણ ગણી શકાય. જે તપના ભાવપૂર્વકના આરાધનથી આજે પણ અનેક આત્માઓ માનવ ભવની સાચી સફળતા સાધવા ભાગ્ય. શાળી બન્યા છે. અનાદિ કાળથી આત્મા સાથે લાગેલા કર્મરૂપ કચરાને સાફ કરનાર અને સર્વ દુઃખને અંત કરનાર એ તપોની સુંદર આરાધના બની શકે ત્યાં સુધી શક્તિનું જરાપણ ગેપન કર્યા સિવાય સ્વયં કરવી જોઈએ. ન બની શકે તો બીજાઓ કરી શકતા હોય એમને સર્વ રીતિએ સહાયક બનવું અને છેવટ તેમ પણ ન બને તે કરનારાઓની અનુમોદના અવશ્ય કરવી.
વચલા ગાળાનું કર્તવ્ય
ધર્મ સ્થાનથી પાછા આવીને શ્રાવક પિતાના સ્થાને જાય અને ધર્મથી અવિરૂદ્ધ રીતિએ તે યથોચિત અર્થ