________________
૪૧૧
તેમનું સનિધાન લાવવા માટે ફરીથી કહેવામાં આવે છે. કે “હે ભગવન તમારા પ્રભાવથી મને પ્રાપ્ત થાઓ. શું? તે હવે પછી કહેવામાં આવશે.
(૧) ભવનિર્વેદ. આ “જયવીયરાય સૂત્ર પ્રાર્થના સૂત્ર છે. એમાં વીતરાગ પાસે ભવનિર્વેદ આદિની માગણી રૂપ પ્રાર્થના કરવામાં આવી છે તે અહીં કમસર વિચારીએ.
હે ભગવન્! તમારા અચિત્ય સામર્થ્યથી મને ભવનિર્વેદ પ્રાપ્ત થાઓ. એ પ્રમાણે આ સૂત્રમાં સૌથી પ્રથમ માગણે ભવનિર્વેદની કરવામાં આવી છે. ભવ નિર્વેદ એટલે સંસાર પ્રત્યે અબહુમાન. ભવ પ્રત્યે અબહુમાન એ વાસ્તવિક રીતે ભગવાન પ્રત્યેનું જ બહુમાન છે. - ભવ એટલે સંસાર અને એ સંસાર દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર ગતિઓ અને તે ગતિઓમાં કારણભૂત પાંચ વિષય અને ચાર કષાયાદિ સ્વરૂપ છે. નરક અને તિર્યંચ ગતિએ તે સાક્ષાત્ દુઃખને ભંડાર છે. મનુષ્ય અને દેવગતિમાં પણ મોટે ભાગે ઈર્ષા, રેષ, વિષાદ તથા રોગ, શેક અને ઉપદ્રવની ચક્કીમાં પીસાવા સિવાય બીજું કાંઈજ નથી. સુદેવ અને સુમનુષ્ય ગતિમાં યત્કિંચિત દેખીતું સુખ છે, પણ તેમાં આસક્ત થનારા જીવોને ભવિષ્યમાં તે આકરાં કોને આપનારા એવા અતિ ચીકણું કર્મોને ઉપાર્જન કરાવવાનાં તીવ્ર હેતુઓ રૂપ બને છે. ચારે ગતિઓમાં વસીને તેમાં રહેલા સુખને