________________
૩૮.
दक्षः पटुर्बीजपदावधारी, मंत्री भवेदीदृश एव लोके ।। १॥
–બાહ્ય અને અત્યંતર પવિત્રતાવાળો, સૌમ્યચિત્તવાળે, ગુરુ અને દેવને ભક્ત, ગ્રહણ કરેલા વ્રતમાં અતિદઢ, સત્ય અને દયાથી સહિત, ચતુર, બુદ્ધિશાળી અને મંત્ર તથા પદને ધારણ કરનારે, આ પુરુષ જગતમાં મંત્ર સાધક થાય છે.
પરમેષ્ટિ ધ્યાનમાલામાં પણ પરમેષ્ટિ મંત્રની સાધના કરનાર સાધકમાં કેવા ગુણે જોઈએ તે સંબંધી ફરમાવ્યું
શાન્ત દાંત ગુણવંત, સંતન સેવાકારી; વારિત વિષયકષાય, જ્ઞાનદશન સુવિચારી. સ્યાદૂવાદ રસરંગ, હસપરિશમરસ ઝીલે; શુભ પરિણામ નિમિત્ત, અશુભસવિકર્મને છીલે. ૨ તાદશ નર પરમેષ્ઠિ પદ-સાધનનાં કારણુ લહે; શાહ શામજી સુતરત્ન, નેમિદાસ ઈણ પરે કહે. ૩
જે શાંત હાય, દાંત એટલે ઈન્દ્રિયોને જિતનાર હેય, ગુણવંત એટલે અહિંસા, સત્ય, દયા, ક્ષમા, મિત્રી, કૃતજ્ઞતા, પપકાર આદિ ગુણોને ધારણ કરનારે હેય, સંત પુરુષની સેવા કરનારે હય, જેણે વિષય અને કષાયને વરેલા હોય, જે જ્ઞાન અને દર્શનનો આરાધક હાય, દરેક કામ સારી રીતે વિચાર કરીને કરનારે હોય,
ધ-૨૪