________________
૩૪
મંગલ તરીકે તે બીનહરીફ છે-અદ્વિતીય છે. તેનુ સ્થાન અન્ય કાઈ વસ્તુ લઈ શકતી નથી. તાત્પય` કે આ મગલ દ્રવ્ય અને ભાવ ખન્નેથી પ્રાણીનુ અત્યંત હિત કરનાર છે, એટલે તેને કોઈ પણ પ્રકારના ઉપદ્રા સતાવી શક્તા નથી. ભાવથી પ'ચપરમેષ્ઠિનુ' સ્મરણ કરનાર ભવ્ય આત્મા અશુભ વિચાર યા અશુભ પરિણામની ધારાએ ચડતા નથી.
નવકારનુ સ્મરણ એટલે પ'ચપરમેષ્ઠિનુ સ્મરણુ, પ’ચપરમેષ્ઠિનુ' સ્મરણ એટલે આત્મ-શુદ્ધિનું સ્મરણ અને આત્મશુદ્ધિનું સ્મરણ એટલે મુક્તિ, મેક્ષ કે નિર્વાણુનુ સ્મરણુ. આ રીતે નમસ્કારનુ` સ્મરણ જીવનમાં અ'તિમ ધ્યેયનું સ્મરણ કરાવી મનુષ્યને અનંત સુખ પ્રત્યે લઈ જાય છે. એટલે શાસ્ત્રમાં તે પરમ કે પ્રવરમંત્ર ગણાયેા છે. .
પારસ જે ધાતુને સ્પર્શે છે તેને સુવણ બનાવે
છે, તેમ શ્રી નવકારનુ` મંગલ જેનાં અતઃકરણમાં વસ્યું છે તેને તે પૂર્ણ મગલરૂપ બનાવે છે, સિદ્ધ્રૂપ બનાવે છે, સ્વસ્વરૂપ બનાવે છે.