________________
જીવનને સફળ બનાવી શકશે. ગહન વિષયેને સામાન્ય વર્ગ પણ સહેલાઈથી સમજી શકે તેવી રીતે ભાષાની સરળતા પણ આમાં જળવાઈ રહી છે. જૈન આચારવિચાર સમજવાની અને તેને જીવનમાં ઉતારવાની ધગશ, ધરાવતા સૌ કોઈ માટે આ પુસ્તક એક સરખું ઉપગી છે. ઉપરાંત પ્રસંગોપાત જેમને ધર્મ સંબંધી બે શબ્દ બોલવાની ફરજ આવી પડતી હોય તેવા શિક્ષક કે પરીક્ષક વર્ગને તથા બીજા પણ વિશિષ્ટ રેગ્યતા ધરાવતા ગૃહસ્થ માટે આ પુસ્તક એક પાઠય ગ્રન્થનું પણ કામ કરે તેમ છે. આમાં માર્ગાનુસારિતાના ગુણે પાયાના સ્થાને છે, દેવ-ગુરૂ-ધર્મરૂપ તત્વત્રિયીની ઉપાસના તથા દ્રવ્ય-ભાવ પૂર્વક પરમાત્માની ભકિત, ગૃહસ્થના વ્રત-નિયમે, શ્રાવકની દીનચર્યા અને અંતિમ સંલેખના આદિ પ્રાસાદ (મહેલ) ના સ્થાને છે અને આત્મજ્ઞાનનાં સાધન તથા
ગ, ધ્યાન અને અનુભવ વિષયક શેષ સામગ્રી શિખરના સ્થાને છે.
સૌ કોઈ આ પુસ્તકમાં રજુ થયેલા પદાર્થોને વાંચી, વિચારી તેને જીવનમાં ઉતારી લેખક અને પ્રકાશકના પરિશ્રમને સફળ કરે. એજ મંગલકામના.
મુ. વસઈ (હાલાર)) વિ. સં. ૨૦૨૧ ) ચૈત્રી પૂર્ણિમા
પં. ભદ્રકરવિજય ગણી