________________
૩૪
ભગવંત શ્રી હરિભદ્રસૂરિ મહારાજે શ્રી લલિતવિસ્તરા નામની ચૈત્યવન્દન સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે “ ગતિ મૂઢમૂત
ના' અર્થાત્ ધર્મ પ્રત્યે લઈ જનારી મૂલભૂત વસ્તુ વંદના છે–નમસ્કાર છે. કારણ કે તેના વડે ઉત્પન્ન થત ભાવોલ્લાસ આત્મક્ષેત્રમાં ધર્મપ્રશંસાધર્મના બહુમાનરૂપી બીજને વાવે છે, ધર્મચિન્તાદિ રૂપ અંકુરાએ પ્રગટાવે છે, ધર્મશ્રવણ અને ધર્મ આચારરૂપ શાખા પ્રશાખાઓને વિસ્તાર કરે છે તથા સ્વર્ગ અને મેક્ષના સુખની પ્રાપ્તિરૂપ ફૂલ અને ફળને આપે છે.
શ્રીનમસ્કાર મહામંત્રની શરૂઆત “નમો પદથી થાય છે, એ જ એની એક મહાન વિશેષતા છે. આ “ના” પદ ધર્મશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, અને તંત્રશાસ્ત્ર ત્રણેની દષ્ટિએ રહસ્યમય છે.
ધર્મશાસ્ત્રની દષ્ટિએ તે વિનયનું બીજ છે, કે જેનું પરંપર ફળ મેક્ષ છે. વાચકશેખર પૂશ્રી ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ પ્રકરણમાં ફરમાવ્યું છે કે “વિનયનું ફળ ગુરુની સેવા છે, ગુરુસેવાનું ફળ કૃતજ્ઞાનની પ્રાપ્તિ છે, શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનું ફળ આશ્રવને નિષેધ છે, આશ્રવ નિરોધનું ફળ સંવરની પ્રાપ્તિ છે, સંવરની પ્રાપ્તિનું ફળ તપ છે, તપનું ફળ કર્મનિર્જરા છે, કર્મનિર્જરાનું ફળ કિયાનિવૃત્તિ છે, ક્રિયાનિવૃત્તિનું ફળ ભેગને નિરોધ છે, ગિનિરોધનું ફળ ભવપરંપરાને ક્ષય છે અને ભવપરંપરાના ક્ષયનું ફળ મોક્ષ છે. આ રીતે વિનય એ સર્વ કલ્યાણનું મૂળ કારણ છે.”