________________
૨૫૫
હિંસા અને પીડામાં તે નિમિત્તભૂત બને. અપરાધીને પણ શિક્ષા ન કરવી એ ધર્મ તે અતિ ઉચ્ચ ભૂમિકાને પ્રાપ્ત થયેલા મહા સમતાવંત વિશિષ્ટ વ્યક્તિઓને છે. પરંતુ સામાન્ય ગૃહસ્થોની એ ભૂમિકા હોતી નથી એટલે અપરાધીને શિક્ષા કરવાનું ગૃહસ્થને અન્યાયપૂર્વકનું નથી. અર્થાત તેમ કરવાથી તેમના રસ્થૂલ અહિંસા વ્રતને દૂષણ લાગતું નથી. અહીં એટલું યાદ રાખવું જોઈએ કે ધર્મ વિવેકમાં છે. શિક્ષા આપવાના વિવેકી અને અવિવેકીના આશયમાં મોટો તફાવત હોય છે. વિવેકી શ્રાવક અપરાધીને પણ શિક્ષા આપે છે ત્યારે અંદરથી તે કોમળ જ હોય છે. માત્ર બહારથી જ તે શિક્ષા આપે છે. અપરાધીના આત્મા પ્રત્યે તેને અંતઃકરણમાં લેશ પણ અશુભ ચિંતવન હોતું નથી, પરંતુ તેનું પણ તે શુભ જ ચિંતવે છે. શિક્ષા કરીને પાપીને પાપ કરતા અટકાવે એજ એને આશય હોય છે અને તે પણ પાપી જીવ પ્રત્યેની એક પ્રકારની દયાજ છે. કારણ કે તેથી પાપી જીવ પાપ ન કરી શકવાના કારણે દુર્ગતિની મહાન પીડાથી તે બચી જાય છે. આ રીતે દયાળુ શ્રાવકની શિક્ષામાં પણ અપરાધી પ્રત્યે પ્રધાનતયા કરૂણા જ હોય છે. વળી અપરાધીને શિક્ષા કરવાથી નિરપરાધી શાંત અને શિષ્ટ વર્ગનું રક્ષણ પણ થાય છે. અપરાધી જેને શિક્ષા કરતી વખતે આ બન્ને હેતુઓ આત્માથી જેને ખ્યાલ બહાર હિતા નથી તેથી તેના અધ્યવસાયમાં નિર્વસપણું પણ આવતું નથી.