________________
૨૨૧
શંકા-અશુદ્ધ આશયવાળાની શુદ્ધ ક્રિયા પણ નિષ્ફળ છે, તે આજે ઉપદેશમાં કિયા કરવા માટે જેટલે ભાર દેવામાં આવે છે, તેટલે ભાર આશયની શુદ્ધિ ઉપર કેમ. દેવા નથી ?
સમાધાન-શ્રી જિનમતના જ્ઞાતા સમર્થ ઉપદેશકે. શ્રોતાની રેગ્યતા અનુસાર જેમ ક્રિયા કરવા માટે ભારપૂર્વક કહે છે, તેમ આશયશુદ્ધિ ઉપર પણ તેટલે જ ભાર મૂકે છે. પરંતુ આશયશુદ્ધિના ઉપદેશની અસર પ્રમાણમાં જેટલી ! થવી જોઈએ તેટલી થતી, નથી, તે જ્યારે થવા માંડે છે. ત્યારે દેવદર્શનાદિ ધર્મક્રિયાઓ કેટલી પ્રભાવશાલી છે, તેને. અનુભવ સૌ કેઈને સ્વયમેવ પ્રતીતિ ગોચર થાય છે.
શંકા–આશયશુદ્ધિ એટલે શું?
સમાધાન-આશય એટલે ચિત્તને અભિપ્રાય. પ્રત્યેક ક્રિયાની પાછળ તેના કરનારને કોઈ પણ આશય –અભિપ્રાય હેય જ છે. આશય કે અભિપ્રાય વિનાની ક્રિયાને શાસ્ત્ર સમ્યુઈિમ-મન વિનાના પ્રાણીઓની ક્રિયા સાથે સરખાવી છે. તેનું જેમ સારું ફળ નથી તેમ નરસું ફળ પણ નથી. તેવી કિયા કરનારના અનુષ્ઠાનને શાસ્ત્રકારોએ અનનુષ્ઠાન અર્થાત્, અનુષ્ઠાન નથી એમ કહ્યું છે. આ લોકમાં લબ્ધિ કીર્તાિ આદિ તથા પલકમાં ભેગસુખાદિ મેળવવાની કામનાથી જે ક્રિયા થાય છે, તેમાં આશય અતિ તુચ્છ અને મલિન હેવાથી તે સર્જિયા બનતી નથી. એવા મલિન આશયવાળાની ક્રિયા. કેવળ નિષ્ફળ જ નથી કિન્તુ વિપરીત ફલને આપનારી પણ.