________________
૨૧૭
અનાભેગવાળી અને અવિધિવાળી ધર્મક્રિયા પણ સદત્પન્યાયથી માર્ગમાં લઈ જનારી છે. અપુનબંધક આત્માની પ્રવૃત્તિનું વર્ણન કરતાં શાસ્ત્રકાર મહર્ષિઓએ ફરમાવ્યું છે કે
“તે અકલ્યાણ મિત્રના યોગને ત્યાગ કરનારે હોય છે. કલ્યાણ મિત્રના સંપર્કને સાધનારે હોય છે. માતાપિતાદિ ગુરૂજનનું સન્માન કરનારો હોય છે. તેમની આજ્ઞાને પરતંત્ર રહેનારે હોય છે. દાનાદિ કાર્યોમાં યથાશક્તિ પ્રવૃત્તિ કરનાર હોય છે. વિધિપૂર્વક ધર્મશાસ્ત્રને સાંભળનારે હોય છે. મહાપ્રયત્નપૂર્વક તેને વિચાર કરનારે હેય છે. શક્તિને વિચાર કરી તદનુસાર પ્રવૃત્તિ કરનારે હોય છે. નું અવલંબન કરનારે હોય છે. આગામી કાલને વિચાર કરનારે હોય છે. મૃત્યુને જેનારે હોય છે. પરલોકના સાધનને પ્રધાન માનનાર હોય છે. ભગવાનની પ્રતિમાઓને પૂજનારે હોય છે. ભગવાનના વચનને લખાવે છે તથા ભગવાનના મંગળ નામને નિરન્તર જાપ કરે છે. અરિહંતાદિ ચારને શ્રેષ્ઠ, મંગળ અને શરણભૂત માનીને નિરન્તર પાપની નિન્દા તથા સુકૃતની અનુમોદના કરનારે હોય છે તથા ઉત્તમ પુરૂષોના દષ્ટાન્ત ચાલનારે હોય છે. એવા પ્રકારની માર્ગાનુસારી અપનર્બન્ધક આત્માની સઘળી ધર્મપ્રવૃત્તિ આદિથી આરંભીને જ સપ્રવૃત્તિ ગણાય છે. કારણ કે તેનું હૃદય તત્વથી પ્રતિકૂળ
૧–પ્રજ્ઞાવાન દેખતાની પાછળ આંધળાએ ચાલવું, તે “સદબ્ધ ન્યાય” કહેવાય છે.