________________
૧૮૫
કરીને આપે નવતત્ત્વની પ્રરૂપણા કરી. એ નવતત્વમાં સંસારના સમસ્ત સચરાચર પદાર્થોને સમાવેશ થાય છે. પ્રભુ ! આપની પવિત્ર પ્રતિમાના નવ અંગેના પૂજનથી મને એ નવ તત્ત્વનું જ્ઞાન મળશે. સ્વામિ અગ્નિમાં તપાવેલ સુવર્ણ જેમ શુદ્ધ સ્વરૂપે પ્રકાશી ઉઠે છે, તેમ તપસ્યાની અગ્નિમાં તપાવેલ આ આત્માને કર્મમળ બળીને ભસ્મ થઈ જાય છે અને આત્માનું શુદ્ધ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય પ્રકાશી ઉઠે છે. પ્રભુ ! આત્મા ઉપરના કર્મમળને બાળવા માટે આપે નવ પદના મહાતપની પ્રરૂપણ કરી છે. એ એક એક પદના આરાધનથી આત્મા ઉપરનાં કર્મબંધને વધુને વધુ શિથિલ થતાં જાય છે. પ્રભુ ! આપની પ્રતિમાની નવ અંગની પૂજાથી મને એ નવપદ મહાતપની પ્રાપ્તિ થશે. પ્રભુ! જડકર્મથી આવી મળેલ આ કાયાનાં અંગેનું જતન કરવા મેહવશ બની મેં અનેક પાપાચરણે સેવી મારા આત્માને ભારે બનાવ્યું છે, નાથ ! આપના અંગેના પૂજનથી મારા અંગ ઉપર મારો મેહ નાશ પામશે અને મને આત્મભાવને લાભ થજે.
દેવાધિદેવ ! શાંત રસમાં ઝીલતી આપની પ્રતિમા મારા અંતરતાપને શમાવીને મારામાં શાન્તિને સંચાર કરશે. પ્રભુ ! કઈ મહામંત્રની જેમ આપના નામ સ્મરણરૂપી મંત્ર પાપીઓના પાપનો નાશ કરે છે. નાથ! કઈ મહાદાનીની જેમ આપની પ્રતિમાનું દર્શન પ્રાણીઓને પુણ્યસમૃદ્ધિનું દાન કરે છે. દેવ! કઈ પારસમણિની જેમ