________________
૧૮૧ ચંડકૌશિક સમા કેધથી ધમધમતા અનેક આત્માઓને શાંત બનાવી દીધા છે. પ્રભુ ! પરમ શાંતરસ ભર્યા આપના એ હૃદયને મારા વંદન હજો. નાથ! વજથીય કઠોર, કમનથી પણ કમળ, સ્ફટિકથી પણ વધુ નિર્મળ અને પરમશાંત રસ ભર્યો આપના હૃદયનું હું ભાવપૂર્વક પૂજન કરું છું. સ્વામી ! આપના હૃદયના પૂજનથી મારા હૃદયના ગુણેને વિકાસ થશે, આત્મ સાધના માટે મને વજસમ હદયબળ પ્રાપ્ત થજો, બધા જ પ્રત્યે સમભાવભરી કરૂણ મળજો, સ્ફટિક જેવી નિર્મળતા મળશે અને અપાર શાન્તિને લાભ થજે. રત્નત્રયી ગુણ ઊજળી, સકળ સુગુણ વિશ્રામ; નાભિકમળની પૂજના, કરતાં અવિચળ ધામ, ૯ હે મંગલમય પરમાત્મા
અનાદિ કાળથી આત્મભાન ભૂલેલે આ આત્મા પુદ્ગલને સંગી બની પરભાવમાં રાચ્યા કરે છે. એણે પિતાનું સ્વરૂપ વિસારી મૂકયું છે. અજ્ઞાનનાં આવરણેએ એને જ્ઞાન ભાનુને ઢાંકી દીધા છે; સંશય અને સંદેહની કાલિમાએ એના શ્રદ્ધાગુણને આવરી લીધા છે અને સં. સારમાં નિરંતર ભેગવવાં પડતાં સુખદુઃખનાં ઘેરાં વાદળાંએ એના નિજાનંદનું તેજ હણી દીધું છે. પ્રભુ! આ બધી અનાદિકાળથી વળગેલાં કર્મની રચના છે. એ જડ કર્મને વશ બનેલ આ આત્મા પિતાના ચેતન ભાવને વિસરીને ગર્ભાવાસ, જન્મ અને મરણની કારમી વેદનાઓ સદાકાળ