________________
૧૭૯ ગ્રન્થરૂપે ગુંથીને અમર બનાવ્યો છે. આપની દેશનાના સારભર્યો અને ગણધર ભગવતેએ ગૂંથેલા એ આગમ ગ્રન્થ અમ પચમકાળમાં વસતા માનવીઓનું મહામૂલું ધન છે. પ્રભુ! આપ જેવા જિનવર દેવના અભાવમાં જિનવર દેવે ઉપદેશેલી વાણી સંસારને સાધનાને માર્ગ બતાવે છે. આપની દેશનાથી ભરેલા એ આગની આરાધનાએ અનેક આત્માઓના આત્મદર્શનના માર્ગને ઉજજવળ બનાવ્યું છે. પ્રભુ! સંસારના સમસ્ત પ્રાણીઓને કલ્યાણ માટે કરૂણાભર્યા ઉપદેશને ધોધ વહેતે મુકનાર આપના એ કંઠની હું ભાવભર્યા હૃદયે પૂજા કરૂં છું. નાથ! આપના કંઠની પૂજાથી મને આગમ જ્ઞાનને પ્રકાશ સાંપડજે. હૃદય કમળ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રાષ; હિમ દહે વન ખંડને, હૃદય તિલક સંતોષ. ૮ હે પરમાત્મન !
સંસારમાં અનાદિકાળથી આત્માને દુઃખ આપતાં કર્મોને નાશ કરીને આત્માના અનંત સુખની શોધ કરવાને આપે નિર્ણય કર્યો અને આપ, કેઈ નાગરાજ કાંચળીનો ત્યાગ કરે તેમ સંસારને ત્યાગ કરી ચાલી નીકળ્યા. પ્રભુ આપના એ નિશ્ચયને સંસારના મેહક પાસે ન અટકાવી શક્યા, કે આત્મ સાધનામાં આવી પડતી અપાર આપત્તિઓ એને ન ડગાવી શકી. પ્રભુ ! આપે હૃદયબળે સ્વીકાલે આપને એ નિશ્ચય મેરૂસમ અડગ હતું, અને એ