________________
૧૩૮
મુખ્ય કારણ તે મૃતદેહ ઉપકારી મહાપુરૂવનું છે, એવી ત્યાં કૃતજ્ઞ બુદ્ધિ છે. તે જ મુજબ મૂર્તિ પાષાણની હોવા છતાં “આ તે અમારા ભગવાનની મૂર્તિ છે.” “શાસ્ત્રોત વિધિ વિધાન મુજબ પ્રતિષ્ઠિત થયેલી છે, ”, પ્રતિષ્ઠા થયા પછી તે માત્ર પત્થરની મૂર્તિ છે, એવી બુદ્ધિ રહેતી નથી, પરંતુ ભકતેના ઉદ્ધાર માટે સાક્ષાત્ ભગવાન સ્વરૂપ બની જાય છે. ભગવાનની પ્રતિમા એ ભગવાનના અનંત ગુણોને સ્મરણ કરાવનાર એક સંકેતશાળી છે. ભગવાનની પ્રતિમા જેવાથી ભક્તહૃદયમાં જે આનંદ સાગર ઉછળે છે, તે વાણીમાં બતાવી શકાતું નથી, તે અનુભવને વિષય છે.
ભગવાનની સ્થાપના વિના સર્વ પ્રકારની ભક્તિ શક્ય નથી. સાક્ષાત્ ભગવાનને જીવંત કાળમાં પણ ભગવાનની ભકિત અને ભગવાનનું ધ્યાન કરવા માટે તે ભગવાનની પ્રતિમાનું જ આલંબન ઉપયોગી બને છે. તે તેમના વિરહ કાળમાં પ્રતિમાજીની ઉપગિતા કેવી રીતે ઓછી ઠરી શકે ? આત્મવિકાસનું પ્રથમ પગથિયું દેવપૂજા છે,
શાસ્ત્રકારોએ ધર્મરૂપી પ્રસાદ ઉપર આરોહણ કરવાને પ્રથમ ભૂમિકા રૂપ ચાર પગથિયાં બતાવ્યાં છે, તેમાં સૌથી પ્રથમ સ્થાન દેવગુરુના પૂજનને આપ્યું છે, બીજું સ્થાન સદાચારને, ત્રીજું સ્થાન તપને અને ચોથું સ્થાન મુકયષ –મોક્ષ પ્રત્યે અપ્રીતિના અભાવને આપ્યું છે. એ ચારને