________________
૧૩૬
પ્રીછયા વિણ કિમ યાન દશામાંહી લાવતા, લાવ્યા વિણ રસાસ્વાદ કહે કિમ પાવતા. ૨ ભક્તિ વિના નવિ મુક્તિ એ કઈ ભક્તને, રૂપી વિના તે તેહ હુએ કિમ વ્યક્તને; નવણ વિલેપન માલ પ્રદીપને ધૂપણ, નવનવ ભૂષણ ભાલ તિલક શિર ખૂપણ. ૩ અમ સત પુણ્યને વેગે તમે પી થયા, અમૃત સમાણ વાણું ધરમની કહી ગયા; તેહ આલંબને જીવ ઘણુએ બૂઝીયા, ભાવિ ભાવને જ્ઞાને અમે પણ રંજીયા. ૪ તે માટે તુજ પિંડ ઘણા ગુણ કારણે, સે યા હુએ મહા ભય વારણે; શાન્તિ વિજય બુદ્ધ શિષ્ય કહે ભવિકા જના, પ્રભુનું પિંડસ્થ ધ્યાન ધરે થઈ એકમના.” ૫
આ સ્તવનમાં પ્રભુપ્રતિમાના આલંબનથી ઉત્તરોત્તર થતાં અપૂર્વ અપૂર્વ લાભનું સંકલનાબદ્ધ વર્ણન બહુ જ સુંદર, સરળ અને રેચક શૈલીમાં આબાળગોપાળ સૌ કોઈ સમજી શકે તેવી રીતે પૂ. ઉપાધ્યાયશ્રી તરફથી રજુ કરવામાં આવ્યું છે.
પરમાત્માનું નામ ગ્રહણ કરવા માત્રથી પણ જે આત્મા પ્રમુદિત બને છે અને કર્મનિજરને ભાગી બને છે, તે પછી ભગવાનના રૂપ દ્વારા–પ્રતિમાજીના દર્શનાદિ