________________
પ્રકરણ ત્રીજે; ઉપાસનાનાં ત્રણ તવો” (યાને “સમ્યગદર્શન )
સર્વ પ્રકારના સાંસારિક અભ્યદયે અને પરંપરાએ મેક્ષને સાધી આપનાર વ્રત, દાન, તપ, જપ આદિ ધર્મ કરણીની વાસ્તવિક સફળતાને આધાર સમ્યગ્દર્શન ઉપર , રહે છે, સમ્યગદર્શન એટલે ઉપાસના કરવા લાયક દેવ, ગુરૂ અને ધમ એ ત્રણ તો ઉપરની સાચી શ્રદ્ધા તેને બોધિબીજ પણ કહેવામાં આવે છે. ગશાસ્ત્રમાં કહ્યું:
यो देवे देवताबुद्धिगुरौ च गुरुतामतिः । धर्म च धर्मधीः शुद्धाः, सम्यक्त्वमिदमुच्यते ॥१॥
અર્થ-દેવોમાં સાચી દેવત્વની બદ્ધિ, ગુરૂમાં સાચી . ગુરૂપણાની બુદ્ધિ અને ધર્મમાં શહધર્મની બુદ્ધિ એ સમ્યગ્દર્શન કહેવાય છે.
સમગ્ર મોક્ષમાર્ગ આ ત્રણ તની શ્રદ્ધા ઉપર નિર્ભર હોવાથી, મેક્ષ માર્ગની ઉપાસનામાં તે મહત્વના ભાગ ભજવે છે. તેથી અથી આત્માઓએ તે ત્રણ તત્ત્વનું સ્વરૂપે જાણવું ખાસ જરૂરી છે.