________________
સર્વ જગતના હિત માટે થાય છે. આથી યજ્ઞમાં થતી હિંસા હિંસા નથી, ”
અથવા એવી જ બીજી હિંસક ક્રિયાઓનું પ્રરૂપક હોય. તે તે શાસ્ત્ર એક બાજુ ઉપદેશથી હિંસાને નિષેધ કરવા છતાં બીજી બાજુ કિયાથી હિંસાનું પ્રરૂપક છે. માટે તે પરસ્પર વિરૂદ્ધ વચન બની જાય છે. આથી જ પોતે કરેલા કાયદાને પિતે કહેલી કિયાથી જેમાં ભંગ ન થતો હોય તે આગમવચન છેદ શુદ્ધ ગણાય છે.
પ્ર. ૬. તાપશુદ્ધ આગમનું લક્ષણ શું ?
ઉ૦ સોનું કાપવાથી શુદ્ધ જણાયા છતાં પણ, જેમ તે અન્ય ધાતુના મિશ્રણવાળું હોવાનો સંભવ છે અને તેથી તેને અગ્નિમાં ગાળીને પરીક્ષા કરવામાં આવે છે, તેમ આગમ વચન પણ વિધિ નિષેધયુક્ત અને તેને અનુરૂપ ક્રિયાઓનું પ્રરૂપક હોય, ઉપરાંત તે વિધિનિષેધમાં કારણ બની શકે તેવા જીવ-અજીવ વગેરે પદાર્થોને જે આગમ ચાદર નીતિથી જણાવનારું હોય, તે તાપ શુદ્ધ આગમ કહેવાય.
આત્મા વગેરેને જે શાસ્ત્ર એકાન્ત નિત્ય કે અનિત્ય માને, તે શાસ્ત્ર ભલે વિધિનિષેધ અને તેને અનુરૂપ કિયાનું પ્રરૂપક હેય, છતાં તે તાપશુદ્ધ નથી; કારણ કે, એકાન્ત નિત્ય આત્મા કદી પણ પોતાના સ્વરૂપને છેડતું નથી અને નવું સ્વરૂપ ધારણ કરતા નથી. જે આત્મા જ આવા નિત્ય સ્વરૂપવાળે હશે, અકિય હશે, તે કિયાવાળ બનશે જ કેમ? ६ उभयनिबन्धनभाववादस्तापः ॥ धर्मबिन्दुः ।