________________
રા
:
23
ચાર્યશ્રીએ ગુરૂ તરીકેનું સ્થાન મેળવ્યું છે. તેમણે વ્યાકરણ કાવ્ય, કેષ, ન્યાય, ચારિત્ર, ગ, ભક્તિ, સાહિત્ય, છંદ કે અલંકાર, કેઈ પણ વિષય જતે કર્યો નથી. એમની પ્રતિભા સાર્વત્રિક હતી અને એથી જ એમના સાહિત્યનું અવગાહન મનુષ્યના જ્ઞાન પ્રકાશને સર્વાગ બનાવે છે.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ
પ્ર. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના ગ્રન્થોનું અધ્યયન કરનાર આત્મા, મહાપુરૂષોના ભિન્નભિન્ન સદાશયને સંપૂર્ણ ન્યાય આપી શકવાને સમર્થ બને છે. તેમજ આગમ ચણ, અધ્યાત્મ જ્ઞાન. ક્રિયા આદિ તમામ માર્ગોને યથાસ્થાને
જવાનું બળ પ્રાપ્ત કરી શકે છે. દરેક સદસ્ત પિતઃ પોતાના સ્થાને સમાન બળવાન છે, એ વાતને સ્પષ્ટ ખ્યાલ પણ આપણને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના વચને. વડે સહેલાઈથી થઈ શકે છે.
પાત્રતા ગુરૂકૃપા અને પ્રતિભા રૂપ ત્રિવેણી સંગમથી તેઓશ્રી શાસ્ત્રના પારને પામી શક્યા હતા અને શાસ્ત્રના ગુહ્યતમ ભાવને સમજી, જીવનમાં પચાવી, ભિન્ન ભિન્ન ભાષાઓ દ્વારા તેને આલેખી પણ શક્યા હતા. એમની શૈલીમાં અનેકાંતવાદ તરવરે છે. જેમાં પૂર્વ પુરૂષોના અમુક અમુક વચનને અમુક અમુક અપેક્ષાએ જ પકડી એકાંત ખેંચતાણ કરે છે, તેમને તેઓશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં લકત્તર અનેકાંત નીતિ સમજાવી છે. તેઓશ્રીએ એક સ્થળે ફરક આવ્યું છે કે –
"
ના કાકા
-
-
-
-