________________
તપની મહત્તા
શીલ, તપ અને દયાદિ ગુણે વડે થાય છે. થોડાં વિવેચનથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે.
સોનાને પ્રથમ કેસેટીના પત્થર પર કસીને જોવામાં આવે છે કે તે કેટલા કસમાં છે? જો તેમાં ધક જણાય તે તેને છીણીથી કાપીને જોવામાં આવે છે કે તે અંદરથી કેવું છે? જે કંઈપણ કિયા વડે ઉપર સોનું ચડાવ્યું હોય અને અંદર પિત્તળ કે એવી જ કેઈ હલકી ધાતુ રાખી હોય તો આ પરીક્ષા વડે પકડાઈ જાય છે. આ પરીક્ષામાં તે ઠીક જણાય તે તેને તપાવીને જોવામાં આવે છે કે તેને રંગ તે બદલાઈ જતું નથી ? જે સેનું કૃત્રિમ હોય તે તપાવવાથી તેને રંગ ઘણે ભાગે બદલાઈ જાય છે. જે આ પરીક્ષામાં પણ તે ઠીક જણાય છે તેને ટીપીને જેવામાં આવે છે કે તેની ચીકાશ કેવી છે? કેટલાંક બનાવટી સેનામાં ચીકાશ એટલે ઘનતા હોતી નથી. આ છેલ્લી પરીક્ષામાં પણ તે પસાર થાય તે તેને સાચું માનીને ગ્રહણ કરવામાં આવે છે. - વિદ્વાને ધર્મની પરીક્ષા આવી રીતે જ કરે છે. પ્રથમ તેઓ પરીક્ષ્ય ધર્મનું શ્રત જુએ છે, એટલે તેનાં શાસ્ત્રો તપાસે છે કે તે કેટલાં પ્રામાણિક છે? કેટલાં સંવાદવાળા છે? કેનાં રચેલાં છે? વગેરે. જો એ શાસ્ત્રો સર્વજ્ઞ મહાપુરુષનાં રચેલાં હોય તે તેનાં પ્રામાણિકપણા માટે કે સંવાદીપણા માટે કઈ શંકા રહેતી નથી. અન્યથા તેમાં અનેક દેશે નજરે પડે છે અને તેથી એ ધર્મને વિશ્વસનીય માનતા નથી.