________________
જૈન ધમમાં તપતે અપાયેલું મહત્ત્વનું સ્થાન
तपस्विनो दानशीला वीतरागास्तितिक्षवः । त्रैलोक्या उपरिस्थानं लभन्ते शोकवर्जितम् ॥
૪૩
· જે પુરુષા તપસ્વી છે, દાનપરાયણ છે, રાગ અને દ્વેષને જિતનારા છે તથા વિવિધ પરીષહે। સહન કરનારા છે, તે મૃત્યુ બાદ ભૂલોક, ભુવલેક અને સ્વક એ ત્રિવે કીની ઉપર જે શેકવર્જિત સ્થાન છે, તેને પામે છે.”
આ સ્થાનને જન પરિભાષામાં સિદ્ધશિલા કહેવામાં આવે છે, એટલે તપ વડે જેણે પેાતાનાં સર્વ કર્મોના નાશ કર્યાં છે, તે મૃત્યુબાદ સિદ્ધશિલામાં બિરાજે છે, એમ જ સમજવું જોઈ એ.
તારા, તૃણ કે રેતીના કણ કરતાં પણ અધિક ઋષિમુનિએએ આજ પર્યંત તપનો આશ્રય લીધા છે અને આજે પણ સેંકડો સહસ્રોની સંખ્યામાં આશ્રય લઈ રહ્યા છે, તેનું મુખ્ય કારણ એ છે કે તપમાં સર્વ પાપાનો સવ કર્મોનો નાશ કરવાની શક્તિ રહેલી છે. જો તપમાં આવી શક્તિ ન હોત તા આટલા તપસ્વીએ અને આટલાં તપાવનો હાંત કેમ? એ શાંત ચિત્તે વિચારવું ઘટે છે.
શ્રતિ-સ્મૃતિઓમાં એવું વચન જોવામાં આવે છે કે ‘તપસા વિષે કૃત્તિ-તપ વડે પાપનો નાશ કરે છે, ’ એટલે તપની પાપનાશક–કનાશક શક્તિમાં સંદેહ રાખવા ચગ્ય નથી.
૧૦-જૈન ધમ માં તપને અપાયેલુ મહત્ત્વનું સ્થાન. જૈન શાસ્ત્રઓ જણાવે છે કે—