________________
૩૬
તપની મહત્તા
અને તેથી પેાતાનું મૂળ અતાવ્યા સિવાય દૂર થાય તેમ ન હાય તેને ચીકણાં કે નિકાચિત કહેવામાં આવે છે. આવાં નિકાચિત ક્રર્મોનો નાશ કરવા એ સહેલી વાત નથી. તેમાં ચે આ કર્મોનો સંચય અનેક ભવાથી થયેલે! હાય અને તે કારણે અતિ વિપુલ બન્યા હોય ત્યારે તેા તેનો નાશ કરવાનું કામ ઘણુંજ ફ્રુટ બની જાય છે, પણ તપમાં એવી શક્તિ રહેલી છે કે તે એ બધાં ચીકણાં-નિકાચિત કર્મોને ખપાવી દે છે, ખેરવી નાખે છે.
જેમ સુવણ માં રહેલા મેલને અગ્નિ જુદો પાડે છે, દૂધમાં રહેલા જલને હુંસ જીદું પાડે છે, તેમ આત્માની અંદર રહેલા કમમેલને તપ જુદો પાડે છે. આવાણી એવી છે કે ‘મોહિયંન્દ્રિય મેં તવસા નિન્ગન્નિફ-ક્રોટા ભંવમાં સચિત થયેલાં કર્મો તપ વડે ખરી જાય છે. આ વસ્તુને એક સંતકવિએ પોતાની મધુર વાણીમાં નીચે પ્રમાણે ઉતારી છેઃ—
"
कान्तारं न यथेतरो ज्वलयितुं दक्षो दवाग्नि विना, दावाग्निं न यथेतरः शमयितुं शक्तो विनाऽम्भोधरम् । निष्णातः पवनं विना निरसितुं नान्यो यथाऽम्भोभरं, कमधं तपसा विना किमपर हर्तुं समर्थस्तथा ? ॥
· અરણ્યને ખાળવામાં જેમ દાવાનલ વિના ખીજું કાઈ સમર્થ નથી, દાવાગ્નિને ઓલવવા માટે જેમ મેઘ વિના ખીજું કાઈ સમર્થ નથી અને મેઘને વીખેરી નાખવા માટે જેમ પવન વિના બીજું કાઈ સમર્થ નથી, તેમ