________________
તપથી પ્રાપ્ત થતી અનેક પ્રકારની લબ્ધિ
૨૯
-
(૧૪) જબુદ્ધિબ્ધિએક જ અર્થ સાંભળીને તેના અનેક વિસ્તારને જાણી શકે તેવી શક્તિ.
(૧૫) પદાનુસારીધિ-એક પદથી સ્વબુદ્ધિ વડે ઘણું શ્રુતજ્ઞાન જાણી શકે તેવી શક્તિ. (૧૬) ક્ષીરાશ્રવ લબ્ધિ—જેથી વાણીમાં ઉત્તમેાત્તમ ક્ષીર જેવી મીઠાશ આવે તેવી શક્તિ.
(૧૭) મવાશ્રવલબ્ધિ—જેથી વાણીમાં ઉત્તમાત્તમ મધ જેવી મીઠાશ આવે તેવી શક્તિ. (૧૮) ધૃતાશ્રવલબ્ધિ—જેથી વાણીમાં ઉત્તમાત્તમ ધૃત જેવી મીઠાશ આવે તેવી શક્તિ. (૧૯) અક્ષીમહાનસીલબ્ધિ—એક જણુ ખાય તેટલા ખારાકને હાથ અડાડવાથી ગમે તેટલા જણુ ખાય તા પણ એ ખારાક ન ખૂટે તેવી શક્તિ. લાંખા વખત સુધી છઠ્ઠને પારણે છઠ્ઠું કરવાથી શ્રી ગૌતમ સ્વામીને આવી શક્તિ ઉત્પન્ન થઈ હતી.
(૨૦) વૈક્રિયલબ્ધિ—શરીરને ગમે તેવડું નાનુ માટુ અનાવી શકે તેવી શક્તિ.
(૨૧) તેજસલબ્ધિ—શરીરમાંથી તેોલેસ્યા મુકીને ગમે તેને માળી નાખે તેવી શક્તિ ગેાશાલકે શ્રી મહાવીર સ્વામી પાસેથી આ લબ્ધિ પ્રાપ્ત કરવાના વિધિ જાણી લીધા હતા. પછી તે વિધિ પ્રમાણે તપ કરતાં આ લબ્ધિ ઉત્પન્ન થઈ હતી અને પ્રસ`ગ આવ્યે જ્ઞાનદાતા ગુરુ ઉપર જ તેણે એ લબ્ધિના ઉપયાગ કર્યાં હતા..