________________
તપની મંગલમયતા થાય તે મંગલ કહેવાય છે. આ મંગલ બે પ્રકારનું હોય છે. એક તે સંસારવ્યવહારમાં આવતી મુશ્કેલીઓને મટાડી ભૌતિક કલ્યાણ કરનારું અને બીજું આત્મવિકાસમાં બાધક એવા અપ્રશસ્ત ભાવને દૂર કરી પરમાનંદની પ્રાપ્તિ કરાવનારું. આમાંનાં પ્રથમ મંગલને દ્રવ્યમંગલ કહેવામાં આવે છે અને બીજા મંગલને ભાવમંગલ કહેવામાં આવે છે. તપમાં આ બંને મંગલની શક્તિ રહેલી છે, એટલે તે સર્વશ્રેષ્ઠ મંગલ ગણાય છે.
તપથી વિદતની પરંપરા દૂર થવાનાં અનેક દૃષ્ટાંતે ઇતિહાસના ચોપડે ચડેલાં છે અને અમે પોતે પણ તેને અનુભવ કરે છે. તે અનુભવ અહીં ટૂંકમાં રજૂ કરીએ તે અનુચિત નહિ ગણાય. | મુખ્યત્વે જન સાહિત્યનાં પ્રકાશન-પ્રચાર માટે અમે અમદાવાદ ખાતે નિર્માણ કરેલું તિ કાર્યાલય લીમીટેડ તેના અતિ વિસ્તારને લીધે તથા પૂરતા ઉત્તજનના અભાવે આર્થિક ભીંસમાં આવ્યું. તેને બચાવવા માટે અમે તનતોડ પ્રયાસ કર્યા, પણ તે બચી શકયું નહિ. પરિણામે તે બંધ પડ્યું (સને ૧૯૪૦ ના માર્ચ), ત્યારે અમારા સર્વ સાધન ખૂટી ગયાં હતાં અને માથે મોટી રકમનું દેવું આવી પડયું હતું. આ સ્થિતિમાં કુટુંબને નિર્વાહ કેમ કરે ? એ પણ એક સમશ્યા હતી. પરંતુ લગભગ વગર મૂડીએ થઈ શકે એ વૈદકનો ધંધો શરૂ કરીને તેને અમે તેડ કાઢયો અને થોડા વખત પછી રીતસરનું દવાખાનું ચલાવવા માંડયું. પુરુષાથીને કહ્યું અલભ્ય નથી,