________________
પ્રત્યાખ્યાનના પ્રકાશ ]
૪૯
તેમાં સર્વ ઉત્તરગુણુપ્રત્યાખ્યાનના નીચે પ્રમાણે દશ પ્રકારા છેઃ
(૧) અનાગતપ્રત્યાખ્યાન—તપશ્ચર્યા માટે નિયત થયેલાં પર્યુષણ વગેરે પર્વો આવ્યા પહેલાંજ તપશ્ચર્યા કરી લેવી કે જેથી તે પર્વ દિવસમાં ગ્લાન, વૃદ્ધે ગુરુ આદિનું વૈયાવૃત્ત્વ થઈ શકે.
(૨) અતિક્રાંતપ્રત્યાખ્યાન—પર્ધામાં વૈયાવૃત્યાદિ કારણે જે તપશ્ચર્યા ન થઇ શકી હૈાય તે પછીથી કરવી. (૩) કાટિસહિતપ્રત્યાખ્યાન—ઉપવાસ વગેરે તપશ્ચર્યા પૂરી થવા વખતે જ તેવી તપશ્ચર્યાં ફરીથી કરવી. (૪) નિયન્વિતપ્રત્યાખ્યાન—પૂર્વે જે પ્રત્યાખ્યાન કરવાના સંકલ્પ કર્યો હાય, તે રાગાદિ કારણેા ઉપસ્થિત થવા છતાં પૂરા પાડવા. (આ પ્રત્યાખ્યાન ચૌદપૂર્વીદશ પૂર્વી તથા જિનકલ્પીએ જેવા અતિ ઉચ્ચ કેાટિના મહાત્યા૨ે માટે હાઈ હાલ વિચ્છેદ છે.)
(૫) સાકાર પ્રત્યાખ્યાન—જરૂરી આગારા (અપવાદા) સાથેનુ પ્રત્યાખ્યાન. જેમકે દૂધ વાપરવાનું પ્રત્યા ખ્યાન, પણ વિદેશમાં જવું પડે તે છૂટ. અથવા અમૂક પર્વ દિવસે ઉપવાસ, પણ શરીરને સમાધિ ન રહે તેા છૂટ વગેરે. આજે પ્રાયઃ આ જાતનું પ્રત્યાખ્યાન જ અપાય છે.
(૬) અનાકારપ્રત્યાખ્યાન—કાઈ પણ આગાર રાખ્યા વિનાનું પ્રત્યાખ્યાન.
મિ