________________
૨૦
[ નિયમ શા માટે ? કેમે તે પલ્લિપતિ થયો. પછી ઘણું શેરોને એકઠા કરી, તે મોટી મોટી ધાડ પાડવા લાગ્યું અને એ રીતે પિતાને કાલ નિર્ગમન કરવા લાગ્યું.
એક વાર જ્ઞાનતંગ નામના એક આચાર્ય પોતાના શિષ્ય સાથે તેની પલ્લીમાં આવી પહોંચ્યા. તે વખતે આકાશ ઘનઘોર વાદળથી છવાયેલું હતું અને ઝરમર ઝરમર વરસાદ વરસ શરુ થઈ ગયું હતું, એટલે વંકચૂલે તેમને ઉતરવાનું સ્થાન આપ્યું, પણ સાથે જ એક વિનંતિ કરી કે “તમારે મારી હદમાં કોઇને ધર્મને ઉપદેશ આપ નહિ.” આચાર્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સારી રીતે જાણકાર હતા, એટલે તેમણે એ વિનંતિને સ્વીકાર કર્યો.
સાધુજીવનેચિત સ્વાધ્યાય, ધ્યાન અને તપશ્ચર્યામાં ચાતુર્માસ વ્યતીત કર્યા પછી આચાર્યો વંકચૂલને કહ્યું કે “હે મહાનુભાવ! હવે અમે અન્યત્ર વિહાર કરીશું.” એટલે વંકચૂલ પિતાના પરિવાર સાથે તેમને વળાવવા સાથે ચાલ્યો. એમ કરતાં તે કેટલેક દૂર ગયે, ત્યારે આચાર્યો પૂછયું કે “આ હદ કેની છે?” વંકચૂલે કહ્યું કે “મારી હદ તે પૂરી થઈ, આ હદ બીજાની છે.” એટલે આચાર્ય કહ્યું કે “અમે આખું ચાતુર્માસ તારાં સ્થાનમાં રહ્યા પણ તારી વિનંતિ મુજબ કેઈને ધર્મને ઉપદેશ આપ્યો નથી, પરંતુ વિદાય થતી વખતે તને એટલું કહીએ છીએ કે તું કઈ પણ પ્રકારને નિયમ લે, એથી તને ઘણો લાભ થશે.