________________
૧૨.
|નિયમે શા માટે? કામીઓના હાલ કરુણ થાય છે, ભેગીઓ અનેક રોગના ભેગા થઈ પડે છે અને છેલબટાઉની માફક જીવન ગુજારનારાઓને આખરે મુફલિસ થઈને મૃત્યુને ભેટ કરે પડે છે. બીજી બાજુ જે લોકે સંયમથી રહે છે, સદાચાર પાળે છે અને વર્તનને આગ્રહ રાખે છે, તેમનું જીવન આરોગ્ય, લક્ષ્મી અને પ્રતિષ્ઠાથી યુકત હોય છે, એટલે તેઓ આનંદને દીર્ઘકાલ સુધી ઉપભોગ કરી શકે છે અને એ રીતે જીવનને રસ માણી શકે છે.
જેઓ સંપૂર્ણ સયંમી છે, તેઓ આ જગતમાં વધારેમાં - વધારે સુખી છે, એ નિશ્ચયપૂર્વક સમજવું. પિ-સંયમ અભ્યાસથી સિદ્ધ થાય છે.
સંયમ પાળવે ઘણું કઠિન છે. તે સિદ્ધ શી રીતે થઈ શકે ? એ પ્રશ્નોને ઉત્તર એ છે કે “ગમે તેવી કઠિન ક્રિયાઓ અભ્યાસથી સિદ્ધ થઈ શકે છે, તેથી મુમુક્ષુએ નાના નાના નિયમો ગ્રહણ કરીને તેના અભ્યાસની શરૂઆત કરી દેવી જોઈએ.
કેટલાકને એમ લાગતું હશે કે “નાના નાના નિયમો ગ્રહણ કરવાથી આપણું શું કલ્યાણ થાય ?
પણ અનેક નાની વસ્તુઓ ભેગી થઈને જ મોટી વસ્તુ બને છે, તે આપણે ભૂલવાનું નથી. જે લેકે આજે કેટયાધિપતિની કેટિમાં વિરાજે છે, તેમની પાસે એ ધન એકત્ર શી રીતે થયું? શું તેમને એ ક્રોડ રૂપિયા સામટા જ મળી