________________
છે અને તેની પ્રત્યેક ગાથાના અર્થનું વિશદ વિવરણ કરીને તેમાં જે યંત્રો તથા મંત્રો રહેલા છે, તેને પણ સપ્રમાણુ સુંદર પરિચય કરાવ્યો છે. ઉપરાંત ચાર પરિશિષ્ટમાં પુરુપાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં નામો તથા તીર્થો ઉપર સુંદર પ્રકાશ પાડ્યો છે. અમે આ ગ્રંથમાં અગત્યના ૧૭ યંત્રોના ચિત્રો પણ આપ્યાં છે કે જે તૈયાર કરાવવા માટે અમારે સારો એવો પરિશ્રમ કરવો પડયો છે.
પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજ્યધર્મ ધુરંધરસૂરીશ્વરજી મહારાજ તથા પ. પૂ. આચાર્ય શ્રી કીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજે કૃપાવંત થઈને આ ગ્રંથનું શોધન કરી આપ્યું છે, તે માટે અમે તેમના અત્યંત આભારી છીએ. વળી સાહિત્ય-કલા–રત્ન પૂજ્ય મુનિપ્રવર શ્રી યશોવિજયજી મહારાજે તેની પ્રસ્તાવને લખી આપી ગ્રંથની ઉપયોગિતામાં વધારો કર્યો છે, તે માટે તેમના પણ આભારી છીએ. વિશેષમાં તેઓશ્રીએ આ ગ્રંથનું સમર્પણ સ્વીકારી અમારી લાંબા સમયની ભાવના પૂરી કરી છે, તેથી તેમના પ્રત્યે. કૃતજ્ઞતાની લાગણી પ્રકટ કરીએ છીએ.
- પ. પૂ. તિવમહર્ષિ મુનિરાજશ્રી પૂર્ણભદ્રવિજયજી મહારાજ, શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલ શાહ, શેઠશ્રી રમણલાલ વાડીલાલ શાહ વગેરેએ આ ગ્રંથના પ્રકાશનમાં ઊંડો રસ દાખવ્યો છે, તેમના અમે ખાસ આભારી છીએ.
આ ગ્રંથમાં જે જે મહાશયોએ વંદના લખાવીને તથા તેના અગાઉથી ગ્રાહકો બનીને સુંદર સહકાર આપ્યો છે, તે સહુને અમે હાર્દિક ધન્યવાદ આપીએ છીએ.
આ ગ્રંથનું સમયસર પ્રકાશન કરવામાં સાધના પ્રીન્ટરીના માલીક શ્રી કાન્તિલાલ સોમાલાલ શાહ તથા શ્રી રમણીક શાહ ચિત્રકાર
આદિ જે મહાનુભાવો સહાયભૂત થયા છે, તેમને પણ કેમ ભૂલી શકીએ ? - જે જૈન સમાજ તરફથી અમારી પ્રકાશન–પ્રવૃત્તિને આ રીતે ઉત્તેજન મળ્યા કરશે, તો ભવિષ્યમાં બીજાં પણ કેટલાંક ઉપયોગી પ્રકાશન કરી શકીશું. ને ગતિ રામનY
– પ્રકાશક