________________
સાહિત્યવારિધિ શ્રી ધીરજલાલભાઈએ આ દસકામાં સુંદરઉપયોગી અને અનુભવના નિચોડરૂપ અનેક ગ્રન્થ લખ્યા છે તથા પ્રકાશિત કર્યા છે અને તે જનતાને આશીર્વાદ રૂપ નીવડયા છે. તેમનું “સંકલ્પ સિદ્ધિ પુસ્તક ચાર ચાંદ લાગે તેવું શ્રેષ્ઠ અને ઉંચી કોટિનું લખાયેલું છે. . છે. આવા પુસ્તકોના વાંચન-મનન દ્વારા આત્મામાં અનેરો પ્રકાશ પથરાય છે, અનુંભવ વધે છે, આત્માની શક્તિઓ વિકાસ કરવાની તક સાંપડે છે એટલે તેમને આવું સંસ્કારી સુંદર સાહિત્ય સર્જન કરવા બદલ હું પુનઃ પુનઃ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં આવું સુંદર સાહિત્ય સઈ યશ અને લાભના અધિકારી બને તથા જીવનને ઉર્ધ્વગામી બનાવે, એવી આંતરિક અભિલાષા પ્રકટ કરું છું.
"
જૈન જ્ઞાનમંદિર, ) દાદર, મુંબઈ-૨૮ વિ. સં. ૨૦૨૫ના C માગશર સુદ-૮. )
પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજય લક્ષ્મણસૂરીશ્વરશિષ્યાણ કીતિચંદ્રસૂરિ