________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩૪૭ આચાર્યશ્રીએ ત્યાં આવીને “જયતિહુઅણ” તેત્ર વડે ભગવાનની સ્તુતિ કરવા માંડી. એ સ્તુતિના પ્રભાવે જમીન માંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રકટ થઈ. ત્યાં આચાર્યશ્રીએ સંઘસહિત ભક્તિપૂર્વક ચૈત્યવંદન કર્યું. પછી ત્યાં શ્રાવકેએ મંદિર બંધાવી એ મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને તે શ્રીસ્થંભન પાર્શ્વનાથ તરીકે ઓળખાવા લાગી.
આ મૂર્તિનાં દર્શનથી શ્રી અભયદેવસૂરિ રેગરહિત થયા અને તેમણે આ શહેરમાં રહીને અતિ કઠિન એવી નવ અંગેની વૃત્તિઓ રચી.
આ શહેર હાલના ખંભાત શહેરથી પાંચ માઈલ દૂર આવેલું હતું. તેમાંની શ્રી સ્થભનપાર્શ્વનાથની મૂર્તિને સં. ૧૩૬૦ની આસપાસ ખંભાત શહેરમાં લાવવામાં આવી એમ શ્રી મેરૂતુંગરચિત “Úભનકપાર્શ્વનાથ ચરિત” પરથી સમજાય છે.
ખંભાતને ઈતિહાસ ઘણો ઉજજવલ છે. જૈન ઇતિહાસની અનેક ઘટનાઓ તેની સાથે જોડાયેલી છે. આજે પણ સંખ્યાબંધ મંદિરો, ઉપાશ્રયે, પિષધશાળાઓ વગેરેથી તે શોભી રહેલ છે અને તેના શ્રાવક-શ્રાવિકાઓ વિરતિના પંથે વિચરવામાં અગ્રણી રહેલાં છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ જુદાં જુદાં અનેક નામેથી જુદા જુદા શહેરોમાં વિદ્યમાન છે. તે બધાની યાદી કરીએ તથા તેની પાછળને ઇતિહાસ એકઠો કરીએ તે એક