________________
3४०
ઉવસગહર સ્તોત્ર શંખપુર તરીકે થયેલું છે. આ શંખપુર ગામ કેમ વસ્યું ? તેની કથા જાણવા જેવી છે.
| નવમાં પ્રતિવાસુદેવ જરાસંધે શ્રીકૃષ્ણ ઉપર ચડાઈ કરી અને તેના પ્રચંડ સિને સરસ્વતી નદી નજીક સેનાપલ્લી ગામે પડાવ નાખે. આ વખતે ભગવાન અનિષ્ટનેમિ કુમાર અવસ્થામાં શ્રી કૃષ્ણના સૈન્યમાં હતા. તેમણે પંચજન્ય શંખ કું કે જરાસંધનું સૈન્ય ક્ષોભ પામ્યું. આથી જરાસંધે પિતાની કુલદેવી જરાનું આરાધન કર્યું અને તેના પરિણામે શ્રીકૃષ્ણનું સિન્ય શ્વાસરોગથી પીડાવા લાગ્યું.
' આ વખતે શ્રીકૃષ્ણ અઠમની તપશ્વર્યાપૂર્વક પન્નગરાજ ધરણેન્દ્રની આરાધના કરી અને તેણે ભાવી તીર્થકર શ્રી પાર્શ્વનાથજીનાં પ્રતિમાજી આપ્યાં. શ્રીકૃષ્ણ તેની પૂજા કરી અને તેમાં ન્હવણનું જળ સિન્ય પર છાંટતાં સિન્ય રોગરહિત થયું તથા જરાસંધને પીછેહઠ કરવી પડી. પછી તે સ્થળે શંખપુર નામનું ગામ વસાવી, તેમાં ભવ્ય મંદિર નિર્માણ કરી, આ અલૌકિક પ્રતિમાજીની સ્થાપના કરી.
એમ કહેવાય છે કે નવમા તીર્થંકરના વારામાં આષાઢી શ્રાવકે આ પ્રતિમા ભરાવેલી, તે દેવેલેક વગેરેમાં પૂજાતી પૂજાતી છેવટે અહીં આ રીતે ધરણેન્દ્ર દ્વારા પ્રકટ થઈ
આ મંદિરને ઉદ્ધાર અનેક વાર થતો રહ્યો છે અને આજ સુધીમાં તેના અનેક ચમત્કારે જોવામાં આવ્યા છે. આજે પણ ઘણાને ત્યાં ચમત્કારિક અનુભવ થાય છે, તેથી