________________
ઉવસગ્ગહર સ્તોત્ર
• . આ ગાથા પર મનન કરીએ તે જીવનનું ધ્યેય સમજાય છે અને તે માટે કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ, તેને પણ બંધ થાય છે.
પુણ્યના બળે ઉત્તમ જાતિ મળે, ઉત્તમ કુલ મળે, વિધિ પ્રકારને લાભ થવા લાગે, ઐશ્વર્યમાં વધારે થાય, બળ અને ફળમાં વૃદ્ધિ થાય, દીર્ધ તપશ્ચર્યા કરવાનું બળ આવે અને કૃતનું વાસ્તવિક રહસ્ય સમજાય તે પણ મનુષ્ય અભિમાન કરવું નહિ, સદા વિનમ્ર ભાવે રહેવું અને આત્મસાધના આગળ વધારવી. મુખ્ય પ્રયત્ન આઠ કર્મોને જિતવાને રાખે, કારણ કે તે સિવાય પરમાર્થથી કૃતકૃત્ય થવાનું નથી અને મેક્ષસુખના અધિકારી બનતું નથી. સુરેને તે આટલે સંકેત બસ છે.
છઠ્ઠી ગાથાને અથ
- છઠ્ઠી ગાથાની આગળ પાંચ બીજે લગાડવામાં આવે છે અને છેવટે પણ સ્વાહા બેલાય છે, એટલે આ ગાથા મંત્રરૂપ સમજવી. . . . . એ મંત્રસેતુ છે, એટલે કે માંત્રિક શક્તિનું અનુસંધાન કરી આપનારું ઉત્તમ બીજ છે. તેને તે જ પણ કહેવામાં આવે છે. જૈન દૃષ્ટિએ તે એ પંચપરમેષ્ટીનું જ એક સંક્ષિપ્ત સ્વરૂપ છે. - દીકાર એ માયાબીજ કે ક્યબીજ છે અને વિવિધ પ્રકારની શક્તિઓને જાગૃત કરનારું છે.