________________
૧૯
તેવા મોટા માણસને પણ બેધડક કહી શકે છે. એકંદર તેઓશ્રી પ્રગતિશીલ વિચારવાદી અને સાત્ત્વિક મનના પુરુષ છે.
અહીં એ નોંધ પણ અવશ્ય કરવી જોઈએ કે તેમની વેધક દષ્ટિ અને વિલક્ષણ બુદ્ધિ તેમના સંધાડાના ઉત્કર્ષમાં તથા સામાજિક કાર્યોમાં સફલતા આપનારી નીવડી છે. તેઓશ્રી વ્યક્તિગત લાભ કરતાં શાસન–સંધ–સમુદાયની પ્રગતિ તથા વ્યવસ્થા પર વિશેષ લક્ષ્ય આપે છે અને તે જ કારણે સદ્ગત પ. પૂ. આ. શ્રી વિજયમહનસૂરીશ્વરજી મહારાજની હાજરીથી માંડીને આજ સુધી તેઓશ્રી તેમના સમુદાયના કેન્દ્ર બની રહ્યા છે. પરંતુ આ બધું ગુરુકૃપાનું અને પ્રેમનું ફળ છે, એમ તેઓશ્રી અંતરથી માને છે અને એ કૃપા સદા બની રહે, તે માટે સદા જાગ્રત રહે છે. તેઓશ્રીએ સાધુજીવનનો મોટો ભાગ પૂ. ગુરુદેવની નિશ્રામાં રહીને જ ગાળ્યો છે અને તેથી જ તેમને અધ્યાત્મને ઉત્કૃષ્ટ પ્રસાદ સાંપડયો છે. ગુરુકુલવાસ અને વિનયાદિ ગુણોના વિકાસ વિના કેઈને અધ્યાત્મનો ઉત્કૃષ્ટ પ્રસાદ સાંપડયો નથી અને સાંપડશે પણ નહિ, એ જેન મહર્ષિઓની અમોઘ વાણી છે. શિષ્યમંડળ :
પૂજ્યશ્રીનાં શિખરનો શતાવધાની ન્યાય–વ્યાકરણ–સાહિત્યતીર્થ પ્રવર્તક શ્રી જયાનંદ વિજયજી ગણિ, મુનિશ્રી વાચસ્પતિવિજયજી ભ૦, તથા મુનિશ્રી મહાનંદવિજયજી મ. શાસ્ત્ર-સ્વાધ્યાય તથા તપ જપાદિ ક્રિયામાં, તેમ જ ઉત્સવ-મહોત્સવમાં ઘણો રસ લઈ રહેલ છે અને ઉજજવલ ભાવિની આશા આપે છે. પદવી પ્રકરણ : - પૂજ્યશ્રી યોગે દ્વહન કરી શકે તેવી શારીરિક સ્થિતિ ન હતી, પરંતુ તેઓશ્રીએ બીજી બધી રીતે પદની યોગ્યતા પ્રાપ્ત કરી હતી, એટલે પૂ. મુનિશ્રી જયાનંદવિજયજી મહારાજની પ્રવર્તક-પદવી પ્રસંગે