________________
ઉવસગ્ગહરે તેત્રની ઉત્પત્તિ (પૃ. ૫૬૪) માં જણાવ્યું છે કે વરાહમિહિરને જન્મ ઉજ્જન આગળ થયે હતો. એણે ગણિતનું કામ આશરે ઈ. સ. પ૦૫માં કરવા માંડયું અને એને એક ટીકાકારના કહેવા પ્રમાણે એ ઈ. સ. ૧૮૭માં મરણ પામે.
તેને રચેલા મુખ્ય ગ્રંથ બૃહતસંહિતા, હેરાશાસ્ત્ર, લઘુ જાતક અને પંચસિદ્ધાન્તિકા છે. તેમાંથી બૃહત્ સંહિતાનું ભાષાંતર જર્નલ ઓફ એશિયાટિક સેસાયટી (Journal of Asiatic Society) ના ચેથા પુસ્તકમાં પ્રકટ થયેલું છે. મૂળ ગ્રંથ સને ૧૮૬૪-૬૫ ની બીબ્લીઓથીકા ઈન્ડિકામાં પ્રસિદ્ધ થયેલ છે. હેરાશાસ્ત્રનું ભાષાંતર મદ્રાસના સી. આયરે કરેલું છે. લઘુજાતકના થોડા ભાગનું ભાષાંતર પ્રો. વેબર અને જેકેબીએ સને ૧૮૭રમાં કરેલું છે અને પંચસિદ્ધાન્તિકાનું પ્રકાશન તથા તેના મોટા ભાગનું ભાષાંતર છે. થી અને એસ. દ્વિવેદીએ બનારસથી પ્રકટ કરેલું છે. તે પૈકી પંચસિદ્ધાતિકામાં તેને રચનાકાલ શાકે ૪૨૭ બતાવે છે, એટલે કે તે ઈ.સ. પ૬૧ માં રચાયેલી છે.
વિશેષમાં તેઓ કહે છે કે તિષશાસ્ત્રમાં પરમ નિષ્ણાત એ અન્ય કોઈ વરાહમિહિર આ પૂર્વના કાળમાં થયે હેય, એવું હજી સુધી જાણવામાં આવ્યું નથી. વળી સવા લાખ શ્લેકવાળી વાત અમુક અંશે બૃહત્સંહિતાને જ લાગુ પડે છે. દંતકથાઓમાં રસની જમાવટ માટે ઘણી વાર અતિશયોક્તિ થાય છે, તેવું આમાં પણ બન્યું હોય. એટલે કથામાં જે વરાહમિહિરને ઉલ્લેખ કરવામાં આવે છે, તે આ જ વરાહમિહિર સંભવે છે.