________________
ઉવસગ્ગહરે તેત્ર વિસાતમાં નથી, તેથી આપણે આ મહાપુરુષના શિષ્ય થઈએ અને આપણું આત્માનું કલ્યાણ કરીએ.” પછી તે બંને બંધુઓએ સૂરિજી પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને જૈન શાસ્ત્રોનું અધ્યયન કરવા માંડ્યું.
કાળક્રમે તે બંને મુનિએ આચારાંગ આદિ અગિયાર અંગે ભણી ગયાં. પછી બારમું દષ્ટિવાદ અંગ આવ્યું કે જે અતિ ગંભીર અર્થવાળું હોઈ ભણવામાં ઘણું કઠિન હતું, ત્યાં વરાહમિહિર મુનિ અટક્યા અને ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિ બીજાં શાસ્ત્રોનું અધ્યયન કરવા લાગ્યા, પરંતુ શ્રી ભદ્રબાહુ મુનિએ અત્યંત ધીરજ, ખંત તથા પરિશ્રમ દાખવી દષ્ટિવાદને અભ્યાસ પૂર્ણ કર્યો અને એ રીતે તેઓ ચતુર્દશ પૂર્વધર અર્થાત્ શ્રુતકેવલી બન્યા.
અનુક્રમે ગુરુએ શ્રી ભદ્રબાહસ્વામીને એગ્ય જાણું આચાર્યપદ આવ્યું. આ વખતે વરાહમિહિર મુનિને પણ આચાર્યપદે આરૂઢ થવાની આકાંક્ષા હતી, પણ તે પૂર્ણ ન થવાથી તેમણે દીક્ષા છોડી દીધી અને ફરી બ્રાહ્મણ બની ગયા તથા જૈન ધર્મ અને જૈન સાધુઓને દ્વેષ કરવા લાગ્યા. | શ્રી ભદ્રબાહ સ્વામીએ પિતાની અગાધ વિદ્વત્તાને ઉપયોગ કરીને દશ આગ પર નિર્યુક્તિઓ રચી તથા કલ્પસૂત્રાદિ બીજા પણ ઘણું શાસ્ત્રી નિર્માણ કર્યા અને એ રીતે જૈન શ્રતની પ્રશરત પ્રભાને પરમ વિસ્તાર કર્યો.
૨ શ્રી યશોભદ્રસૂરિજીની પ્રથમ પાટે શ્રી સંભૂતિવિજ્યસૂરિજી આવ્યા હતા, તેમની પાટે તેમના શિષ્ય શ્રી સ્થૂલભદ્રજી આવત,