________________
મંત્રશક્તિને સદુપયેગ ચોરેએ તેમાંથી જોઈએ તેટલી મત્તે ઉઠાવીને ગાંસડીએ. બાંધી તથા તે પિતાના માથે ચડાવી ત્યાંથી ચાલવાની તૈયારી કરી. - જંબૂકુમારનું મન અતિ પવિત્ર અને મજબૂત હતું. તેમને વિદ્યાની અસર થઈ ન હતી. તેઓ ચેરેને ચોરી કરતાં જોઈ વિચારવા લાગ્યા : “મને ધન પર કંઈ મમતા નથી, પણ જે આજે મેટી ચોરી થશે અને કાલે હું દીક્ષા લેવા બહાર નીકળીશ તો લોકો શું ધારશે? “ધન ગયું એટલે વૈરાગ્ય થયો અને ભાઈ દીક્ષા લેવા ચાલી નીકળ્યા.” એટલે આ ચેને એમને એમ તો ન જ જવા દેવા. અને તેમણે અનન્ય શ્રદ્ધાથી નમસ્કારમંત્ર ગણવા માંડ્યો. તેને પ્રભાવથી બધા ચેરે થંભી ગયા. - હવે તે ચેર ત્યાંથી જવા માટે ઘણે એ પ્રયત્ન કરે, પણ તેમનો પગ ઉપડે શાને? તેમના પર સ્તંભનકર્મની અસર પૂરેપૂરી થઈ ગઈ હતી. આથી પ્રભવ ચેર ગભરાય અને તે ચારે તરફ જોવા લાગ્યો. ત્યાં તેણે જંબૂકુમારને જાગતા જોયા, એટલે તે ભારે વિચારમાં પડી ગયો કે “આને વિદ્યાની અસર કેમ થઈ નહિ હોય ?”
તેણે હાથ જોડીને કહ્યું શેઠજી! મને જીવતદાન આપ. મને અહીંથી પકડીને રાજદરબારે મેકલશે તે. કેણિક રાજા ગરદન મારશે. લ્યો, આપને હું બે વિદ્યાઓ આપું છું. બદલામાં મને જીવતદાન આપે અને સ્વાભિની વિદ્યા આપે.”