________________
પરમ પૂજ્ય મુનિપ્રવર શ્રી યશોવિજયજી મહારાજને
જીવન–પરિચય અહિંસા, સંયમ અને તપ વડે નિર્વાગની સાધના કરનાર સાધુપુરુષો કોને વંદનીય નથી ? જૈન શાસ્ત્રકારોએ તો “સTદૂ મંજરું', એ પદ વડે તેમને સાક્ષાત મંગલમૂતિ કહ્યા છે અને તેમને વારંવાર વંદન–પ્રમ-નમસ્કાર કરતાં સર્વપાપનું પ્રમુશન થાય છે તથા છેવટે અદ્ય-અનુપમ સુખની પ્રાપ્તિ થાય છે, એમ જણાવ્યું છે. - પરમ પૂજ્ય મુનિપ્રવર શ્રી યશોવિજયજી મહારાજ આવા એક સાધુપુરુષ હોઈ તેમના જીવનનો પરિચય આપતાં અમને ખૂબ આનંદ થાય છે. જન્મભૂમિ અને જન્મ :
વડોદરાથી ૧૯ માઈલના અંતરે આવેલું ડભોઈ શહેર ગુજરાતના ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. પ્રાચીન કાળમાં તે દર્શાવતી નામે ઓળખાતું હતું અને જૈન ધર્મનું એક પ્રસિદ્ધ કેન્દ્ર હતું. આજે પણ ત્યાંને શ્રીમાળી વાગે એ પ્રાચીન જાહોજલાલીને કેટલોક ખ્યાલ આપે છે. ત્યાં તામ્બર મૂર્તિપૂજક જૈનોનાં ૩૦૦ જેટલાં ઘર છે, ૮ આલિશાન મંદિર, ૪ ઉપાશ્રયો, ૨ જ્ઞાનભંડાર છે તથા શ્રી આત્માનંદ જેના પાઠશાળા વગેરે કેટલીક સંસ્થાઓ નિયમિતપણે ચાલી રહી છે.
આ શ્રીમાળી વાગામાં શ્રી નાથાલાલ વીરચંદ શાહ તેમની ધર્મપરાયણતા, વ્યવહારકુશલતા તથા કાપડના બહોળા વ્યાપારને લીધે આગળ પડતું સ્થાન ધરાવતા હતા અને વિશાશ્રીમાળી જ્ઞાતિના પ્રધાન આગેવાન હતા. તેમના ધર્મપત્ની શ્રી રાધિકાબહેન પણ વિનમ્રતા, ઉદારતા તથા ધર્મપરાયણ પ્રવૃત્તિને લીધે સહુના હૃદયમાં