________________
ચરિત્ર નાયકને જન્મ જન્મનાર બાળકના ખર્ચ થશે. પત્નિ અંગેના ખર્ચ કરવા પડે એવી ચિંતામાં કવિ મુંઝાઈ રહ્યાં.
ચિંતામાને ચિંતામાં કવિની કવિત્વશક્તિ પણ ઓછી થવા લાગી. જે રજની પાંચ ગાથા બનાવી શક્તા. તે હવે બે ગાથા પણ રચી શક્તા નહિ. જેવી રીતે અમાસ ના ચંદ્રની શક્તિ કે તેજ હોતું નથી તેવી રીતે હવે ચિંતાતુર આકવિમાં તેમની બુદ્ધિ ઘટી અને નાશ પામી. માત્ર ચિંતારૂપી ચિતાજ જલતી રહી.
એકદા રાજાએ પૂછ્યું હે કવિરાજ ! હમણાંથી તમને શું થયું છે ? અત્યાર સુધી આપ શીઘ્ર કવિ તરીકે કવિતાઓ સંભળાવી મને ખુશ કરતાં હતાં અને લગ્ન પછી ધીરે ધીરે એકદમ બંધ કરી દીધું છે ?
કવિ બેલ્યા હે રાજન્ ! આપે મારા લગ્ન કરાવી ને મને મુઢ માનવી બનાવી દીધું છે. લગ્ન પહેલાં મારી તમામ શક્તિથી હું કાવ્યની રચના કરી શક્તો હતો. લગ્ન પછી મારી અનેક પ્રકારની સાંસારિક જવાબદારીઓ વધી ગઈ છે. સંસારમાં શાંતિ નથી હોતી. બાહ્યદષ્ટિએ જે સુખ લાગે છે તે ભ્રમણા છે. બલકે ભયંકર દુઃખ અને પાપ જ છે. માત્ર એક જ સ્ત્રી પરણવાથી મારી રોજની પાંચ ગાથા રચવાની શક્તિ હતી તે હણાઈ ગઈ છે. મારું જીવન બરબાદ થઈ ગયુ છે. મને ખૂબજ પસ્તાવે થાય છે. સ્ત્રીઓથી કલાવિદ્યાનો વિનાશ જ થાય છે.
સ્ત્રીઓના સથવારા ગાઢ રાગના કારણે કલા વિદ્યા