________________
પ્રકાશકીય એ એલ
શ્રી ધર્માંનાથ પા. હે. શ્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન, નગર જૈનસંઘ અમદાવાદ પાલડી વિસ્તારમાં જૈનેાના વિપુલ સમુદાયથી તેમ શ્રી ધર્માંનાથ ભગવંતની છત્રછાયામાં આનંદ મંગલ પૂર્વક ધર્મ આરાધના કરે છે. સ.૨૦૪૦ ના ચાતુર્માંસાથે શ્રી સંઘની આગ્રહભરી વિનંતિને સ્વીકાર કરી શાસન સમ્રાટ ૫૦ આચાર્ય દેવ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ સા. ના પટ્ટધર ૫૦ પૂર્વ આચાય દેવ શ્રી વિજય વિજ્ઞાન સૂરીશ્વરજી મ. સા. ના પધર પ. પૂ. આચાર્ય દેવ શ્રી વિજય કસ્તુરસુરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પ. પૂ. આચાર્યાં દેવ શ્રી વિજય યજ્ઞેશભદ્રસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પ. પૂ. મુનિ શ્રી રત્નપ્રભવિજયજી મ. તથા પૂ. મુનિશ્રી ચન્દ્રગુપ્ત વિજયજી મ. સસ્વાગત શ્રી જૈનનગરના સંઘના આંગણે પધાર્યા. ચાતુર્માસ દરમ્યાન તપ જપ આરાધના પૂર્વક દરરાજ પૂ. મુનિશ્રી ધ મિન્દુ ગ્રંથ ઉપર રોચક શૈલીમાં પ્રવચને આપતા હતા. પર્યુષણ પર્વાધિરાજની આરાધના ઉપજ આદિ સારુ થયેલ છે તેમજ પૂ. મુનિશ્રીએ નાગજી ભૂદરજી પાળમાં બિરાજમાન પુ. પૂ. આચાય દેવ શ્રી વિજય કીતિ ચન્દ્ર સૂરીશ્વરજી મ. સા. ના સાનિધ્યમાં પૂજ્યશ્રીની પરમ કૃપાથી શ્રી ચગડાંગ સૂત્રના યોગાદવહન સુખશાતા પૂર્વક કરેલ હતા.