________________
૪૦
ઘમી ધમ્પિલકુમાર - ધર્મદત્ત અને ગંગદત્ત રાજસભામાં આવીને બેઠાં. ધર્મદત્ત પોતાના ય કાઢીને માટી છાંદેલા પૃથ્વીતલ ઉપર ચવ વાવીને પાણી સિંચવા લાગ્યા. સૌ સભાજને એકી નજરે જોઈ રહ્યાં છે. વારંવાર પાણ સિંચવા છતાં કે ન ઉગ્યાએ ન જ ઉગ્યા તેથી ધર્મદત્તને પરસેવે પરસેવે થઈ ગયે. ગૂઢગંભીર વિચારમાં ડૂબી ગયે.
ગંગદત્ત બોલ્યહે મહારાજ ! આ ધર્મદત્ત આપને થા સભાજનેને ઉલ્લુ બનાવી રહ્યો હતઆજે ખુલે પડી ગયેલ છે. અમારી શરતમાં તે હારી ગયેલ છે અને હું જીતી ગયે છું માટે આપની સાક્ષીમાં જે નિર્ણય કર્યો હતે. તે પ્રમાણે મને રાજન, આપ અપાવે એવી મારી શુભેચ્છા છે.
રાજા કહે-ભાઈ ગંગદત્ત! ભલે તને આવતી કાલે નક્કી કરી તારી જીતના બદલામાં માંગેલ ચીજ અપાવીશ અને ત્યારબાદ હું ભજન કરીશ અને તે દરમ્યાન ધર્મદત્ત આપમેળે તારી માંગેલ વસ્તુ આપી દે તો પછી કોઈ પ્રશ્ન રહેતો નથી.
રાજસભામાંથી બંને બહાર નીકળ્યાં. ધર્મદત્ત તે ખોટ પડી જવાથી, ગભરાટમાં પડી ગયું હતું તેથી તે બારેબાર વરચિને ત્યાં પહોંચી ગયે. વરરૂચિએ ગભરાટનું કારણ પૂછ્યું તે ધર્મદર રડતાં રડતાં સર્વ હકીક્ત કહી સંભળાવી. વરરૂચિ બત્યે હે મિત્ર, મારા યવ કદી ખોટાં ન પડે, પરંતુ મને લાગે છે કે તારી પત્નિએ એ યવ જરૂર બદલી નાંખેલા હોવા જોઈએ. તેના ઊંડાણમાં જતાં