________________
૩ ભાવિ દંપતિની સમસ્યા
સુરેન્દ્રદતે પિતાની પાસેના મણિને પવિત્ર જળમાં સ્નાન કરાવીને રાજપુત્રને કહ્યું ભાઈ સરસ્વતી દેવી તને પ્રસન્ન થયાં છે, લે આ જળનું પાન કર, હું માનું છું કે પસ્તાવાથી અને આત્મનિંદાથી તારું જ્ઞાનાવરણીય કર્મ બળીને ખાક થઈ ગયું છે. આ સાંભળી રાજપુત્ર તે જળ પિી ગયે. તેનાથી તેને માનસિક સંતોષ થયો.
હવે જાણે તેને પુનર્જનમ થયે હય, સૂર્ય પ્રકાશ અંતરમાં પથરાયે હોય તેમ લાગ્યું. સર્વ શાસ્ત્રો વિદ્યાઓ આપોઆપ તેના હૃદયમાં પ્રગટી ઊઠી. તે આનંદ વિભેર થઈ ગયા અને સુરેન્દ્રદત્તનો ઉપકાર માનવા લાગે. હે મિત્ર તે મારા ઉપર પરમ ઉપકાર કર્યો છે, મને આંધળાને આંખે આપી છે તે હું શી રીતે ભૂલી શકું તેમજ તેને બદલે પણ હું વાળી શકીશ કે કેમ તેની શંકા છે.
પરંતુ હું જ્યારે હું રાજગાદી પર બેસીશ. એટલે કે રાજા બનીશ ત્યારે અવશ્ય તને યાદ કરી નગરશેઠની પદવી આપીને ત્રણ અદા કરીશ આમ બંને મિત્રો બની રહ્યાં. સમય જતાં સૌ બાળકે યથાશક્તિ વિદ્યા ગ્રહણ કરીને પિતાપિતાને ઘેર ગયાં.
ગુરૂપાસે ભણી ગણીને વિદ્વાન બનેલી ભદ્રા વન અવસ્થાને પામી આવી ગુણિયલ વિદ્વાન, સૌંદર્યવતી પુત્રી માટે એગ્ય પતિ મેળવવા તેના પિતા ચિંતામાં પડયા અને શોધ કરવા લાગ્યા આ જોઈને સુભદ્રા બેલી હે