________________
-
-
-
-
-
શીયળનું તેજ
ર૫૯ લગ્નને દિવસ એક જ આવ્યા અને તે મુજબ તેઓએ અહીં કન્યાના પિતાને જાણ કરી. અહીં શિવભૂતિએ વિવાહ મહોત્સવ ચાલુ કરાવી દીધું અને સ્ત્રીઓ મનહર ગીત ગાવા લાગી. લગ્નને દિવસ આવી પહોંચ્યા. ચારે જાન પરિવાર સાથે આવી પહોંચી. શારજાન જોઈને શિવ ભૂતિ વિચારમાં પડે કે હવે શું કરવું ! ચારે બાજુ કકળાટ અને કોલાહલ શરૂ થઈ ગયું અને જાનવાળા અંદરોઅંદર લડવા લાગ્યા. આ જાતનો કેલાહલ જોઈ કન્યા ચન્દ્રલેખા બહુ દુઃખી થઈ ગઈ. હવે મારે શું કરવું ! આના કરતાં તે મરવું સારું એમ વિચારી તે ઘરમાંથી નાસી ગઈ અને જંગલમાં ગઈ
મરવાની ઇચ્છા હોવાથી એક ઝાડ સાથે ફા બાંધીને આપઘાત કરવાની તૈયારી કરી ત્યાં તેણે અવાજ સાંભળે હે બાલિકા! તું આવું સાહસ કરીશ નહિં. તેણીએ વિચાર કર્યો કે કેણ મને રોકી રહ્યું છે? દૂર જતાં એક ઝાડ નીચે એક મુનિ મહારાજ બેઠેલાં જોયાં તેથી તેણી બહુ આશ્ચર્ય પામી હૈયામાંથી ગભરાટ અને ચિંતા છેડી મુનિ મહારાજ પાસે ગઈ અને બે હાથ જોડી વંદન કરી ઊભી રહી. | મુનિ મહારાજ બોલ્યાં કે મહાભાગ્યશાળી પુત્રી ? તું આમ ખોટી રીતે આપઘાત કરી જીંદગી ટુંકાવી રહી છે. હે ભેળી ! સંસારમાં સુખ અને દુઃગ દરેક જીવને પિતાના કર્મો અનુસાર આવ્યા જ કરે છે. એનાથી મુંઝાઈ શા માટે જાય છે! મુંઝાઈને આપઘાત કરવાથી કર્મોને નાશ થતો નથી. માત્ર આ શરીરને જ નાશ થાય છે.