________________
શીયળનું તેજ
૨૯ શરીરમાં લલચાવા જેવું કંઈ જ નથી, પવિત્ર વ્યક્તિએ અપવિત્ર અશુચિમય પદાર્થવાળી વ્યક્તિમાં મેહ પામવું એ અજ્ઞાન છે. અશુચિના ઢગલાથી જે વિરામ નથી પામતા તે રાવણની જેમ ભાન ભૂલી નામને બગાડે છે. જે વિરામ પામે છે તે વાસ્તવિક રામની જેમ જગતમાં નામ રાખે છે...જ્યારે કામણગારી નારી ધર્મસત્તાને, પ્રકૃતિને આધીન હેનારા, તથા વિકૃતિથી દૂર થનારા આત્માને પજવવા ઈચ્છે છે ત્યારે તે આત્મા આત્મગત ભાવનાને આત્મામાં પડેલા ગુણોને શોધી શોધીને વિકૃત્તિ કહેતાં પુદગલ પ્રત્યે ન આકર્ષાતાં સ્ત્ર આત્મા પ્રત્યે દેરાય છે. નારી જ્યારે વિકૃતિમાં જાય છે. ત્યારે તે અસર કરતાં બમણી તાકાતથી અભિનયાદિ કરી જાતજાતના લટકા ચેનચાળા કરી અન્ય અનાચારના પંથે લઈ જાય છે. પણ જ્યારે પ્રકૃતિમાં નારી જાય છે ત્યારે અનાચારીને પણ સદાચારી બનાવે છે. પરમાત્માની ઉપાસનાના પ્રભાવે વિકૃતિ જાય પ્રકૃતિ આવે. વિકૃતિ તોડો–પ્રકૃતિ મેળવો.
અધ્યાત્મસારમાં ભેગાધિકારમાં ૬૦માં કલાકમાં જણાવે છે કે. ઉપાસના ભાગવતી, સ પિ ગરીયસી, મહાપાપ ક્ષય કરી, તથા ચેકત પરેરાપિ
ઈતર દર્શનવાળા પણ ભાગવતી (પરમાત્મા)ની ઉપાસનાને શ્રેષ્ઠ માને છે, મહાપાપને સંહારનારી છે, પાપના વિચારોને તેડનારી છે માટે જ કહેવાય છે કે ઉપાસના ત્યાં વાસના નથી. જ્યાં વાસના છે ત્યાં ઉપાસના