________________
-
1
-
શીયળનું તેજ એને સત્કાર કરી દાન વગેરે આપી સંતોષ આપજે, ધર્મધ્યાન શકય એટલું કરજે વિષય-વાસના ઉપજે એવા આભુષણ કે અલંકારે ન પહેરીશ. તેમજ અન્યને આકર્ષણ થાય એવા કપડાં પણ ન પહેરીશ. માટે ભાગ ઘરમાંજ રહેજે અને ચારિત્ર્ય (શીલ) પાળજે. એ.
આમ શિખામણ આપી સાથે લઈ જવાનો સરસામાન વગેરે લઈને બહાર નીકળે. તેવામાં તેને મિત્ર સમભૂતિ નામને બ્રાહ્મણ આવી પહોંચ્યા અને બેત્યે હે મિત્ર ! આપણે બાળપણથી મિત્રો છીયે અને દરેક કામમાં સાથે રહ્યા છીએ માટે જે તું કહે તે હું પણ તારી સાથે આવું.
સમુદ્રદત્ત હસતાં હસતાં બોલ્યો તારે સાથે આવવું હોય તે મારી કયાં ના છે? તું જે મારી સાથે હશે તે આપણા બંનેને આનંદ થશે. પરદેશ સ્વદેશ જેવો લાગશે. ચાલ તૈયાર થઈ જા. પછી સમુદ્રદત્ત શુભ દિવસે શુભ મુહુત શુભ શકુન જેઈ બંનએ પ્રયાણ કર્યું. અને ચાલવા માંડ્યું. અને વાત કરતાં કરતાં આનંદ હાસ્ય-વિનોદ કરતાં કરતાં ટુંક સમયમાં જ તેઓ બંને જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયાં.
અહીં વેપારમાં લાગી ગયાં જેથી સમય કયાં જ રહે તેની પણ ખબર પડતી ન હતી. દિવસે પણ પસાર થવા લાગ્યા. પરંતુ પેલા બ્રાહ્મણને કેઈજ કામધંધે ન હતે. નવરા બેસી રહેવાથી તે કંટાળી ગયું હતું એટલે તેણે શેઠને કહ્યું હે મિત્ર! તારે તે અહીં કમાણું છે એટલે ઘર યાદ આવતું નહિં હોય પરંતુ મને તે મારું વજન