________________
૧૦ અગલદત્ત-ઘમ્મિલ
આ ગુણવમાં અને કનકાવતીનું દ્રષ્ટાંત સાંભળી ધમ્મિલ
. હે મુનિમહારાજ ! આપનું કહેવું તદ્દન ખરું છે. તેમાં મને લેશ માત્ર શંકા નથી. મેં પિતે પણ વિષયમુખની લાલસાથી અને લેગ-વિલાસ દિલને ગમવાથી ઘણાં ઘણાં દુઃખો સહન કર્યા છે. ભેગ ભેગવતી વખતે તે સુખજ લાગે છે પણ એ ક્ષણિક સુખના કારણે ભયંકર દુખે. ભેગવવા પડે છે તેની જીવને ખબર હતી નથી. | મુનિશ્રી કહે – હે ધમ્મિલ ! તેં કેવાં કેવાં અને કેવી કેવી રીતે દુખે. વેઠયા છે તે તે મને કહે? ઘમિલ કહે હે મુનિરાજ ! હું માનું છું કે જેણે જગતમાં કરી દુખ જોયું નથી અમસ્તે સાંભળીને તેનું દુઃખ દૂર કરવાને શક્તિમાન નથી તેની પાસે દુઃખનું ગાણું ગાવું નિરર્થક છે. કાચ હસીને પાત્ર બનવું પડે છે.
મુનિ કહે- હે પુત્ર! મેં સંસારમાં રહી ઘણું ઘણું દુઃખ વેઠયું છે. વળી અન્યનું દુઃખ સાંભળીને હૈયામાં વેદના પણ થાય છે તદુપરાંત અન્યનું દુઃખ દૂર કરવાની શક્તિ પણ મારી પાસે છે. માટે તારા દુઃખની વાત મને કહેવામાં તને કેઈ નુકશાન થવાનું નથી. ત્યારે ધમ્મિલે જન્મથી તે વેશ્યાએ નગર બહાર ફેંકી દીધે ત્યાં સુધીની તમામ વાત કહી સાંભળવી.