________________
આત્મકારક ગણવર્મા તારા પતિને મેં સમુદ્રમાં ફેંકી દીધો છે. જળચર પ્રાણીઓ તેને ખાઈ જશે અને હવે તને હરી ને ઊંચા પર્વત ઉપરથી ગબડતી મૂકીશ જેથી વનચરને તેમને ભક્ષ્ય મળી રહેશે. પરપુરૂષના સ્પર્શથી ગભરાતી એવી મને ઉપાડી પર્વતના શિખર પરથી ગબડતી મૂકી દીધી. તેમ છતાં હું જીવતી રહી. ત્યાંથી તમારી ધમાં ફરતી ફરતી અહીં સાગર તરે આવી. પરંતુ આપ નહિ મળવાથી હું મુંઝાઈ અને આપઘાત કરવા પ્રયત્ન કરતી હતી ત્યાં આ તાપસે મને રોકી અને અહી આ આશ્રમમાં લાવેલ. ત્યાર પછીની વાત આપ જાણે છે એટલે કહેવાની જરૂર રહેતી નથી.
ત્યારબાદ તેઓ બંને આનંદ વિનોદ કરતા એક બીજાના કંઠમાં હાથ રાખી જંગલમાં ભૂમિતલ ઉપર ઊંધી ગયાં. બરાબર તે જ સમયે પેલા વિદ્યારે ફરીવાર કુમારને સમુદ્રમાં નાંખી દીધો અને કનકવતીને પર્વત પરથી ગબ. ડાવી દીધી.
અગાઉની માફક તેઓ બંનેનું એજ આશ્રમમાં મિલન થયું અને તાપસ મુનિને પ્રણામ કરી પોતાના શહેર ભણી ચાલી નીકળ્યાં રસ્તામાં ફલાહાર કર્યો અને જળપાન કર્યું. ચાલતાં ચાલતાં રાત્રિ પડી ગઈ અને આકાશમાં ચંદ્ર ઊગ્યા. ગુણવર્મા કહે છે હે િપ્રય ! મેં એવા તે કેવા પાપ કર્મ કર્યા હશે કે હજુ સુધી સુખના દર્શન જ થતાં નથી. કયાં મારી સુખ વૈભવથી ભરેલી નગરી અને કયાં આ ભયાનક જંગલ હજુ વિધાતા મને કેટલું દુઃખ દેશે તેની ખબર પડતી નથી,