________________
આમકારક ગુણવર્મા
૧૩૫ અમુલ્ય વસ્ત્રો અને અલંકારે ધારણ કરી રૂપરૂપના અંબાર સમી પાલખીમાં બેસીને ત્યાં આવી પહોંચી. તેની આગળ આગળ તેની સખી હાથમાં વરમાળા લઈને ચાલતી હતી. અને તેની પાછળની સખીઓ તેણીના ગુણગાન કરતી હતી રાજકુમારી સ્વયંવર મંડપમાં આવતાની સાથે સર્વ રાજવીઓની નજર તેના ઉપર પડી. અને તેણીનું રૂપ દેહલાલિ ત્ય અને સેના સરીખે રંગ જોઈ અંજાઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ કન્યા આપણને મલે કે ના મલે એ નસીબની વાત છે. પરંતુ તેણીના દર્શન માત્રથી આટલે દૂર આવવાને ફેરે તે સફળ થયે છે.
ત્યારબાદ પિતાની આજ્ઞાથી તે હાથમાં વરમાળા લઈને એક પછી એક એમ દરેક રાજાની પાસે થઈને પસાર થતી રહી. તેની આગળ આગળ એક પ્રતિહારી રહેતો. તે દરેક દેશના રાજાની ઓળખાણ આપતે અને પાછળ ચાર દાસીઓ હાથમાં પૂજાને સામાન ભરીને થાળ લઈને ફરતી હતી. પ્રતિહારી પ્રથમ આ માળવાના રાજા મહાશાલ છે. મહા
બળવાન અને પ્રતાપી છે. સંતાનું રક્ષણ કરનારાવિદ્વાનોને પ્રિયદેખાવડા અને સુંદર છે.
– રાજકુમારી આગળ ચાલી – પ્રતિહારી – આ માલવેશ છે. અઢળક લક્ષમીના સ્વામી
છે. અનેક લડાઈઓમાં જીત મેળવી છે. મને તેમના સામે તરત જ નમી પડે છે. સુંદર દેહ લાલિત્ય છે. અને બાહેશ રાજ કર્તા છે.